
ચરોતર પંથકમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં નડિયાદવાસીઓ સહિત વડતાલ,પીજ,વસો, ઉત્તરસંડા જેવા અનેક ગામોને સીટી બસ સેવાનો લાભ મળતો થયો છે. અમુક મહિના અગાઉ ફરીથી મોટાપાયે શરૂ થયેલી સીટી બસ સેવાથી લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. પરંતુ તેની સામે દાયકાઓથી નડિયાદ શહેરમાં યથાવત રહેલી ટ્રાફિક સમસ્યા અને પાર્કિગ સમસ્યાનો ઉકેલ લાવવામાં નગર પાલિકા તંત્ર અને પોલીસ ગાઢ નિંદ્રામાં રહેતા જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેની અસરથી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા રવિવારે 1 ડિસેમ્બરના રોજ ધરણાંનું આયોનજ કર્યું હતું .તેમની માંગ હતી કે પોલીસ અને નગરપાલિકાના તંત્ર આ બાબતે જાગૃત થાય તે હિતાવહ છે.
No comments:
Post a Comment