Monday, 9 December 2013

દિલ્હીમાં કોકડું હાથે કરીને ગૂંચવવામાં આવ્યું છે

political crisis in delhi been deliberately created
અમદાવાદ :
સત્તા મેળવવા માટે બે ચાર ટેકેદારોની જરૂર હોય ત્યારે પક્ષો ફટાફટ તેના માટે કામે લાગી જાય છે. તેના બદલે ભાજપમાં અચાનક સંતપણું આવી ગયું અને દિલ્હી વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત કરવા ચાર ધારાસભ્યોની જરૂર છે તે માટે પ્રયત્નો કર્યા નથી. અમે ટેકો મેળવવા માટે કશું આડુંઅવળું નહીં કરીએ તેવું ઉમદા વિધાન કર્યું છે. સંતોમાંય સંતપણું રહ્યું નથી ત્યાર ભાજપે ધારણ કરેલું સંતપણું શંકા નહીં, પાકી ખાતરી જગાવે છે. ભાજપ નડતર તરીકે ઊભા થયેલા આમ આદમી પાર્ટીને પહેલાં જ ઘાએ પાડી દેવા માગે છે. આમ આદમી પાર્ટીની સાવરણીએ કોંગ્રેસને સાફ કરી નાખી છે. પણ આ ઝાડુ પોતાને પણ વાળી ચોળી નાખે તેવો ભય ભાજપને છે. તેથી ભાજપે દિલ્હીમાં કોકડું ગૂંચવીને આમ આદમી પાર્ટીને પહેલા બમ્પર પર જ પાડી દેવાનો ઘાટ ગોઠવ્યો છે.

No comments:

Post a Comment