
સુપ્રીમ કોર્ટે એક સરસ મજાનું સૂચન કર્યું છે. ઓલિમ્પિકમાં ભારતને ફક્ત હોકીમાં મેડલ મળતો હતો. તે પણ બંધ થઈ ગયો. સચીન જેવા માત્ર રેકર્ડ ખાતર અને પૈસા ખાતર રમતા ખેલાડીને ભારત રત્ન અપાતો હોય અને ધ્યાનચંદ જેવા હોકીના ખેલાડીની અવગણના થતી હોય ત્યારે હોકી પડતી ના થાય તો જ નવાઈ. હોકીની પડતી થઈ છે તે વિશેની ચિંતા વ્યક્ત કરતી વખતે સુપ્રીમ કોર્ટે આવું સૂચન કર્યું છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે આદેશ કરી દેવાની જરૂર હતી કે રાજકારણીઓ સ્પોર્ટ્સ એસોસિએશનમાંથી હટી જાય. સુપ્રીમ કોર્ટે આવા ઘણા સરસ આદેશો કર્યા છે.
No comments:
Post a Comment