
જામનગર જિલ્લામાં ડામર ચોરીના કૌભાંડમાં પીએસઆઈનો પુત્ર રંગહાથે ઝડપાઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. જોડીયાના ભાદરા પાસે ડામર ચોરીનું કૌભાડ ઉજાગર થવા પામ્યું હતું. એક મહિના સુધી ચાલી રહેલા આ ડામર ચોરીના કૌભાડની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ એલ.સી.બી.ને સોપવામાં આવી છે. અને જે વિસ્તારમાં કૌભાંડ એક મહિનાથી ધમધમતું હતું, તે એરિયાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.ડી. ઓડેદરાને ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત આ મામલે રંગહાથે પકડાયેલા આરોપી પીએસઆઈના પુત્ર યુવરાજસિંહને કોર્ટમાં 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
No comments:
Post a Comment