
ગુજરાતમાં હજુ અત્યંત સંવેદનશીલ મામલો જાસૂસી કાંડમાં તપાસની કાર્યવાહી શરૂ થઇ નથી ત્યારે જ્યાં આ પંચ કામગીરી કરશે તે સ્થળે મીડિયા પર પ્રવેશબંધી ફરમાવતા તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. ગાંધીનગરમાં સેક્ટર 19માં પંચને ફાળવાયેલા બે નજીક નજીકના બંગલાઓની બહાર એસઆરપી જવાન મુકી દેવાયા છે અને તેઓ મીડિયાને જવા દેતા નથી. ગુજરાત સરકાર એમ કહે છે કે આ પ્રવેશબંધી માટે અમારી કોઇ સૂચના નથી ત્યારે આ પંચ કોના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે તે પણ એક તપાસનો વિષય હોઇ શકે.
No comments:
Post a Comment