અમદાવાદ :
દિલ્હીમાં સરકારની રચનાના મામલે ગૂંચવાયેલું કોકડુ હજુ આખરે ઉકેલાઈ ગયું ને હા ના હા ના કરતાં કરતાં છેવટે અરવિંદ કેજરીવાલ સરકાર રચવા તૈયાર થઈ ગયા. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સાફ બહુમતી ન મળી તેના કારણે ડખો થઈ ગયેલો . ભાજપ 31 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલો ને તેના સાથી અકાલી દળને એક બેઠક મળી એટલે તેનો સરવાળો 32 થયો પણ સરકાર રચવામાં તેનો પનો ટૂંકો પડયો. અને અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી 28 બેઠકો સાથે બીજા સ્થાને હતી. છેલ્લાં પંદર વરસથી સત્તાસ્થાને રહેલી કોંગ્રેસને 70 ધારાસભ્યોની વિધાનસભામાં માત્ર આઠ બેઠકો મળી ને તેનું સાવ પડીકુ થઈ ગયું.
Read Full News: http://www.globalgujaratnews.com/article/if-kejriwal-offers-free-water-and-cheaper-electricity-what-would-happen-to-other-parties/
No comments:
Post a Comment