
કોંગ્રેસના નેતાઓ ભલે એમ કહેતા હોય કે તેઓ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકારરૂપ ગણતા નથી પરંતુ એ જ કોંગ્રેસના વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે કોંગ્રેસના અન્ય નેતાઓથી વિપરીત અને સાચી હકીકત રજૂ કરતાં હોય તેમ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે આગામી 2014ની લોકસભા ચૂંટણી માટે તેઓ નરેન્દ્ર મોદીને ખૂબજ ગંભીરતાથી લઇ રહ્યાં છે અને અમે વિરોધપક્ષની તાકાતને ઓછી આંકતા નથી. વડાપ્રધાનું આ નિવેદન પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થાય તેના 48 કલાક પહેલા આવ્યું છે ત્યારે રાજકીય રીતે તેને સૂચક માનવામાં આવી રહ્યું છે.
No comments:
Post a Comment