
દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું ગરુવારે રાતે નિધન થયું. તેઓ 95 વર્ષના હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના નિધન પર શોક વ્યકત કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મંડેલા એક નેતા, વિશ્વના નેતા અને માનવતાને માટે પ્રેરણા દાયક હતા. તેઓ ભારતના મહાન મિત્ર હતા અને બન્ને દેશના સંબંધને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.
No comments:
Post a Comment