
નવી દિલ્હી :
ભારતે શુક્રવારે કહ્યું કે સીમા પર શાંતિ રાખવા માટે ભારત અને પાકિસ્તાનના સૈન્ય અભિયાન મહાનિદેશકોની (ડીજીએમઓ) બેઠક પહેલા થવી જરૂરી છે. ત્યારબાદ અન્ય મુદ્દા ઉઠાવવામાં આવી શકે છે. સિયાચીન ગ્લેશિયરથી ભારતીય સેનાને હટાવવા બાબતની પાકિસ્તાનની દલીલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીનેકહ્યું કે બન્ને દેશના પ્રધાનમંત્રીઓની ન્યૂયોર્કમાં થયેલ મુલાકાત દરમ્યાન એકબીજા દેશના સંબંધ સામાન્ય બનાવવા માટે પહેલા ડીજીએમઓની બેઠક પર સંમતિ બની હતી.
No comments:
Post a Comment