Thursday, 12 December 2013

article of hridaynath about 11 mps asked for money to write recommendations
અમદાવાદ :
ફરી  એક વાર 11 સાંસદો પૈસા લેતા પકડાઈ ગયા. સૌએ આ મનોરંજન માણ્યું. મદારી ડુગડુગી વગાડે એટલે તેનો વાંદરો નાચવા લાગે. એ જ રીતે સાંસદો અને ધારાસભ્યોને તમે રૂપિયાની થોકડી દેખાડો એટલે નાચવા લાગે. લગ્નની સિઝનમાં વરઘોડો નીકળે ત્યારે રૂપિયા ઊડાડીએ તેમ નાચનારા જોરજોરથી નાચે. નેતાઓ પણ નાણાં દેખે એટલે જોરજોરથી નાચવા લાગે. એ નાચ કોબ્રાપોસ્ટે ફરી એક વાર દેખાડ્યો. જામનગરના કોંગ્રેસી સાંસદ વિક્રમ માડમે કહ્યું, પહેલાં પૈસા આપો પછી હું નાચું. ના, ના, એવું કહ્યું કે લેટર પહેલે નહીં મિલતે, પહેલે પૈસે દો - એવું કૈંક. હા હવે, એ બધું એનું એ જ.

No comments:

Post a Comment