
દિલ્હી પોલીસની સ્પેશ્યલ યુનિટે લશ્કર-એ-તૌયબાના એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા આતંકીનું નામ મોહમ્મદ શાહિદ છે તે મૌલવી હોવાનું જણાવી રહ્યો છે. શાહિદની પાસેથી એક ડાયરી મળી છે, જેમાં દિલ્હીમાં હુમલા પર બનેલો પ્લાનનો ખુલાસો છે. પોલીસનો દાવો છે કે શાહિદ બે વાર પાકિસ્તાન જઈ ચૂક્યો છે. પોલીસ સૂત્રોથી જાણકારી મળી છે કે શાહિદ લશ્કર-એ-તૌયબાનો કમાન્ડર જાવેદ બલૂચીના નેજા હેઠળ કામ કરતો હતો. પોલીસે શાહિદની જાણકારી શાહિદ અને બલૂચીની વાતચીતની કોલ ટ્રેસિંગ દરમ્યાન મળી.
No comments:
Post a Comment