
ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળની સાથે સોમવારે આખી રાત ચાલેલી અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા. એક અધિકારીએ આજે આ જાણકારી આપી. પોલિસ મહાનિરીક્ષક અબ્દુલ ગની મીરે જણાવ્યું કે સુરક્ષા દળે કુપવાડા જિલ્લાના શેતપોરામાં ત્રણ આતંકવાદીઓની મારી કાઢયા. શ્રીનગરથી 135 કિમી દૂર શેતપોરામાં સોમવારે સાંજે આતંકવાદિઓ અને સુરક્ષા દળની વચ્ચે ગોળીબાર શરૂ કર્યો હતો.
No comments:
Post a Comment