Tuesday, 31 December 2013

ઇઝરાયલે 26 વધુ પેલેસ્ટાઇની કેદી છોડ્યા

israel free 26 palestinian prisoners

યરૂશલમ :
 પેલેસ્ટાઇન સાથે શાંતિવાર્તા માટે અમેરિકાએ કરેલ મધ્યસ્થતામાં કરાયેલ સમજોતા હેઠળ ઇઝરાયલે 26 વધુ પેલેસ્ટાઇની કેદીઓના ત્રીજા સમૂહને આઝાદ કર્યો હતો. આઝાદ થયેલા કેદીઓમાં ત્રણ ગાજા, 18 વેસ્ટ બેંક તથા પાંચ યેરૂશલમના રહેવાસી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/israel-free-26-palestinian-prisoners/

લાલકૃષ્ણ અડવાણી રાજ્યસભામાં...?

bjp plan to send advani in rajyasabha

ગાંધીનગર :
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ભાજપમાં સૌથી વધારે જોવા મળી રહી છે. ખાસ કરીને ગાંધીનગરની બેઠક પરથી લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના રાજકીય ગોડફાધર એલ કે અડવાણી ફરીથી ગાંધીનગરની બેઠક પરથી ઝંપલાવશે કે તેમને રાજ્યસભામાં લઇ જવાશે તે એક ચર્ચાનો વિષય ભાજપમાં બન્યો છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-plan-to-send-advani-in-rajyasabha/

મોદીના વિરૂધ્ધ વિવાદાસ્પદ નિવેદનથી ભડક્યું ભાજપ

bjp triggered by the controversial statements against modi

બોરાપો-ઘનબાદ : ઝારખંડના આપત્તિ સંચાલન મંત્રી મનન માલક્કા મલિકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરૂધ્ધ કથિત રૂપે આપેલ નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. ભાજપે આની પર કડક વલણ દાખવ્યું છે.મંત્રીએ મંગળવારે બોકારોમાં કહ્યું હતું કે હજુ મોદી લોખંજનો ટુકડો માગી રહ્યા છે. આગળ તેઓ....? ભાજપની રાજ્ય ઈકાઈના અધ્યક્ષ રવિન્દ્ર રાયે આ નિવેદનને અપમાનજનક ટિપ્પણી જણાવતા કહ્યું કે મહિલા પંચે આની પર પોતાની મેળે જ સમજીને તેમને નોટિસ આપવી જોઈએ. મંત્રી અને તેમની કોંગ્રેસ પાર્ટીએ આ બાબત પર માફી માગવી જોઈએ.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-triggered-by-the-controversial-statements-against-modi/

Monday, 30 December 2013

કેજરીવાલ હજૂ પણ બિમાર, સસ્તી વિજળી પર ફેંસલો ટળી શકે

kejariwal still unwell on tuesday 
નવી દિલ્હી : દિલ્હીમાં વિજળીનો ભાવ અડધો થવા સંદર્ભે કોઈ નિર્ણય થશે નહીં. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત અસ્વસ્થ હોવાના કારણે આજે થનારી બેઠક મોકૂફ રાખી છે. ડોક્ટર્સની સલાહ પ્રમાણે આજે કેજરીવાલ ઘરે જ આરામ કરશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/kejariwal-still-unwell-on-tuesday/

ડૉ.મનમોહન આપશે રાજીનામું, રાહુલ બનશે પીએમ

manmohan singh may give resign  

નવી દિલ્હી :
વડાપ્રધાન મનમોહનસિંહ ટુંક સમયમાં પોતાના પદેથી રાજીનામું આપી શકે છે અને રાહુલ ગાંધી ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી બની શકે છે. અંગ્રેજી સમાચારપત્ર ધ ટેલીગ્રાફમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, પ્રધાનમંત્રી મનમોહનસિંહ નવા વર્ષના એક અઠવાડિયા દરમ્યાન પોતાનું રાજીનામું આપી શકે છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/manmohan-singh-may-give-resign/

દિલ્હીવાસીઓને નવા વર્ષની ભેટ, મહિને 20 હજાર લીટર પાણી મફ્ત

free water supply in delhi
નવી દિલ્હી :
દિલ્હીના દરેક પરિવારને હવે દર મહિને 20 હજાર લીટર પાણી મફ્ત મળશે. આ વ્યવસ્થા ત્રણ મહિના સુધી લાગુ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી એ ચૂંટણી વખતે આપેલા મુખ્ય વચનોમાંથી મફ્ત પાણીનુ વચન પૂર્ણ કર્યું છે. રવિવારથી જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ હતી. જેથી સોમવારે તે સચિવાલય આવ્યા ન હતાં .
Read Full News: http://www.globalgujaratnews.com/article/free-water-supply-in-delhi/

Thursday, 26 December 2013

ગુલબર્ગ કેસમાં મોદીને ક્લિન ચીટ

gujarat riots narendra modi remain clean chit zakia s plea rejected
અમદાવાદ : ગોધરા કાંડ ફાટી નિકળેલા તોફાનોમાં ગુલબર્ગ સોસાયટી કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોટી રાહત મળી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે આપેલી ક્લિન ચીટને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે યથાવત્ રાખી છે. સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ બાદ નિર્મિત એસઆઇટીની ક્લોઝર રિપોર્ટનો મેટ્રોપોલિટન કોર્ટે સ્વીકાર કરતા મોદીને ક્લિન ચીટ આપી છે. અને કોંગ્રેસનાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીની વિધવા જાકિયા જાફરી દ્વારા ક્લોઝર રિપોર્ટ અંગે કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-riots-narendra-modi-remain-clean-chit-zakia-s-plea-rejected/

Wednesday, 25 December 2013

આપ પાર્ટીના વિશ્વાસ 27મીએ અમેઠીની પ્રવાસે જવાની શક્યતા

aap kumar vishwas to visit amethi for jhadu sandesh yatra on dec 27
લખનૌ : 
  આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના જ કિલ્લામાં ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે આપ પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ 27 ડિસેમ્બરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ચૂંટણી ક્ષેત્ર અમેઠીનો પ્રવાસ કરશે. આ જાણકારી આજે આપ પાર્ટીના નેતાઓએ આપી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-kumar-vishwas-to-visit-amethi-for-jhadu-sandesh-yatra-on-dec-27/

શેરબજાર ભાજપનાં ઓવારણાં લે છે, પણ...

markets hail bjp show but
મુંબઇ :
ભાજપ માટે હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર અત્યારે દેખાય છે તેના કરતા ઘણું વધુ હોઈ શકે છે.  તેમ છતાં આગામી ચૂંટણી પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની નીચે ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર રચાય એવી ઉજ્જવળ શક્યતા છે. જયારે જયારે આવી શક્યતા સામે આવી છે ત્યારે બજારોનો પ્રતિભાવ પ્રોત્સાહક રહ્યો છે. હમણાં વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપના સારા દેખાવને પગલે બજારોમાં ઉજવણીનો માહોલ સર્જાયો. સેન્સેક્ષે સર્વોચ્ચ સપાટી સર કરી, રૂપિયો મજબૂત થઇ ગયો અને વિવિધ બોન્ડનાં વળતર ઘટ્યાં અર્થાત બોન્ડના ભાવ વધ્યા.
Read Full News: http://www.globalgujaratnews.com/article/markets-hail-bjp-show-but/

Tuesday, 24 December 2013

વોટ સાથે નોટ માટે ઘરે ઘરે પહોંચશે બીજેપી

modi for pm campaign run by bjp
નવી દિલ્હી :
આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને પડકારને જોતા ભાજપ મંથનમાં લાગી ગઈ છે. આજે દિલ્હીમાં ભાજપ ચૂંટણી કેમ્પેઈન કમિટી અને ભાજપના મુખ્યમંત્રીઓની બેઠક થઈ.જેમાં બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ભારે મનોમંથન કરવામાં આવ્યું હતું.  આ બેઠક બાદ પાર્ટી નેતા અનંત કુમારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ફોર પીએમ કેમ્પેઈન ચલાવશે અને દસ કરોડ પરિવારો સુધી જશે. આ કેમ્પેઈન દરમ્યાન તેઓ જનતા પાસેથી વોટ  માંગશે

Read Full News: http://www.globalgujaratnews.com/article/modi-for-pm-campaign-run-by-bjp/

Monday, 23 December 2013

કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાં જોડાયા

bharat patel joined bjp
અમદાવાદ :
છેલ્લા અનેક સમયથી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે જીપીપીના અધ્યક્ષ અને માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરશે. પરંતુ તેઓ હજૂ સુધી ભાજપમાં પરત ફર્યા નથી પરંતુ તેમના પુત્ર ભરત પટેલે આજે સોમવારે 23મી ડિસેમ્બરના રોજ ભાજપ સાથે જોડાઈ ગયા છે.આજે વિધિવત રીતે જોડાયેલા કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ બી.કોમ ભણેલા છે ઉપરાંત રાજકોટના રહેવાસી છે. આ ઉપરાંત તેમણે કેશુભાઈ પટેલ જે બેઠકથી ચૂંટણી લડી રહ્યાં હતાં ત્યાં ચૂંટણી ઈન્ચાર્જ તરીકે કામ કરેલ છે.ઉલ્લેખનીય છેકે કેશુભાઈ પટેલને પાંચ સંતાન છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bharat-patel-joined-bjp/

કેજરીવાલ મફત પાણી કે સસ્તી વીજળી આપે તો બીજા પક્ષોનું શું થાય ?

if kejriwal offers free water and cheaper electricity what would happen to other parties
અમદાવાદ :
દિલ્હીમાં સરકારની રચનાના મામલે ગૂંચવાયેલું કોકડુ હજુ આખરે ઉકેલાઈ ગયું ને હા ના હા ના કરતાં કરતાં છેવટે  અરવિંદ કેજરીવાલ સરકાર રચવા તૈયાર થઈ ગયા.  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સાફ બહુમતી ન મળી તેના કારણે ડખો થઈ ગયેલો . ભાજપ 31 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલો ને તેના સાથી અકાલી દળને એક બેઠક મળી એટલે તેનો સરવાળો 32 થયો પણ સરકાર રચવામાં તેનો પનો ટૂંકો પડયો.  અને અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી 28 બેઠકો સાથે બીજા સ્થાને હતી.  છેલ્લાં પંદર વરસથી સત્તાસ્થાને રહેલી કોંગ્રેસને 70 ધારાસભ્યોની વિધાનસભામાં માત્ર આઠ બેઠકો મળી ને તેનું સાવ પડીકુ થઈ ગયું.

Read Full News: http://www.globalgujaratnews.com/article/if-kejriwal-offers-free-water-and-cheaper-electricity-what-would-happen-to-other-parties/

250 સામાન્ય સભામાં 25 કરોડ લોકોને સંબોધશે મોદી

bjps plan for narendra modi 25 crore people 250 rallies

નવી દિલ્હી : ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના પહેલા મોટા પ્રમાણમાં જનસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. તેઓ દેશના ખૂણા-ખૂણામાં રેલીઓનું સંબોધન કરશે. જણાવવામાં આવી રહ્યું છે તેમની ટીમે યોજના બનાવી છે કે તેઓ ઓછામાં ઓછા 25 કરોડ લોકોનું સંબોધન કરશે. આના માટે 250 જનસભાઓનું સંબોધન કરવાની યોજના છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjps-plan-for-narendra-modi-25-crore-people-250-rallies/

Sunday, 22 December 2013

એક મહિનાના પેરોલ પર મુન્નાભાઈ જેલની બહાર

sanjay dutt got pay roll of one month

મુંબઈ : 
 પૂણેની યરવડા જેલમાં સજા ભોગવી રહેલા સંજય દત્ત  આજે 21મી ડિસેમ્બરે, શનિવારે  એક મહિનાની પેરોલ મેળવી જેલથી બહાર આવ્યાં છે. પૂણેની યેરવડા જેલથી છૂટીને તેઓ મુંબઈ માટે રવાના થયા હતાં.
Read More Full News: http://www.globalgujaratnews.com/article/sanjay-dutt-got-pay-roll-of-one-month/

Friday, 20 December 2013

ગંગાના શુદ્ધીકરણ માટે દિલ્હી શુદ્ધ કરવુ પડશે : મોદી

modi speech from varanasi વારાણસી :
બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વારાણસીથી રાજા તળાવ મેદાનમાં વિશાળ રેલીને સંબોધી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોષી અને પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ સહિત વરિષ્ઠ નેતાઓની હાજર હતાં.

Read More Full News: http://www.globalgujaratnews.com/article/modi-speech-from-varanasi/

સીએનજીના ભાવ ઘટ્યા અને વીજળીના દરો વધશે નહીં

 cng price reduced and electricity price will not increase

અમદાવાદ : પેટ્રોલ અને ડિઝલ મોંઘા પડતા હતા અને કેરોસીન કાળાબજારમાં મળી જતું હતું ત્યારે રીક્ષાઓમાં કેરોસીન નાખીને ચલાવવામાં આવતી હતી. રસ્તા પર નીકળીએ ત્યારે આંખો બળવા લાગે. પર્યાવરણની સ્થિતિ બગડશે ત્યારે બધાએ રોવાનો વારો આવશે તે વાતની પ્રતિતી તેમાં થતી હતી. ટેક્સી ડિઝલથી ચાલતી. જૂના જમાનાના ડિઝલ એન્જિનો કાળો ધૂમાડો કાઢે. તે વખતે એમ લાગતું હતું કે બે દાયકા પછી શહેરોમાં શ્વાસ લેવાનું શક્ય રહેશે નહીં.

Read More Full News: http://www.globalgujaratnews.com/article/cng-price-reduced-and-electricity-price-will-not-increase/

Thursday, 19 December 2013

ભારત અમેરિકાને મિસાઇલ ટેકનોલોજી નહીં વેચે

articlel of adhir amdavadi for humour

અમદાવાદ :
અમેરિકા ખાતે ભારતીય રાજદુત દેવયાની સાથે દુર્વ્યવહાર બાદ ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. અને હજુ આકરાં પગલા ભરવા સરકાર પ્રતિબદ્ધ છે એ સાબિત કરવા સરકારના વિવિધ મંત્રાલયોએ  નીચે મુજબની જાહેરાતો કરી છે. આ જાહેરાતો વાંચીને અમેરિકા ચોંકી ઉઠ્યું છે અને તાત્કાલિક અસરથી આખા મામલાને દબાવી દેવા કામે લાગી ગયું છે.

Read More Full News: http://www.globalgujaratnews.com/article/articlel-of-adhir-amdavadi-for-humour-/

ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો, નાસિકમાં 7 રૂપિયા કિલો

 
nashik wholesale onion price crashes to rs 7 per kg farmers protest

મુંબઈ :
છેલ્લા મહીનામાં કિંમત બાબતમાં સેન્ચૂરીની સ્પર્ધામાં સામેલ ડુંગળીના ભાવ પૂરી રીતે નીચે આવી ગયા છે. હાલમાં મહારાષ્ટ્રના નાસિકના થોક બજારમાં ડુંગળી માત્ર 7 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/nashik-wholesale-onion-price-crashes-to-rs-7-per-kg-farmers-protest/

Wednesday, 18 December 2013

RBIએ વ્યાજદર વધાર્યા નહીં

rbi keeps repo rate crr unchanged

મુંબઇ :
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ આજે જાહેર કરેલી ક્રેડિટ પૉલિસીમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર ન કર્યો. જેથી રેપો રેટ 7.75 ટકા અને રિવર્સ રેપો રેટ 6.75 ટકાનાં દરે યથાવત્ રહેશે., જ્યારે સીઆરઆર પણ 4 ટકા પર સ્થિર રહેશે.

Tuesday, 17 December 2013

લોકપાલ પર સંસદમાં ભારે વિવાદ

sp stages walkout in rajya sabha govt hopeful lokpal bill will be passed in parliament


નવી દિલ્હી :
લોકપાલ બિલ પર રાજ્યસભામાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે. સમાજવાદી પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો છે. લોકપાલ બિલ પર રાજ્યસભામાં ચર્ચા શરૂ થવાની વચ્ચે સમાજવાદી પાર્ટીના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કહ્યું કે હાજર લોકપાલ બિલનું પરિણામ ખરાબ આવશે. આથી જ તેમની પાર્ટી આ બિલનો વિરોધ કરી રહી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/for-lokpal-bill-manmohan-met-to-mulayam-political-news/

Friday, 13 December 2013

અણ્ણા અને આપ વચ્ચેનો વિવાદ વકર્યો

anna asks aap leader gopal rai to leave village
નવી દિલ્હી :
રાલેગણ સિધ્ધિમાં લોકપાલ બિલ માટે અનશન કરી રહેલા અણ્ણા હજારે અને આમ આદમી પાર્ટીનાં નેતાઓ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો. અણ્ણાનાં મંચ પરથી પૂર્વ સેનાધ્યક્ષશ વી.કે.સિંહે આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યુ, જેના પર આપનાં નેતા ગોપાલ રાયે વિરોધ વ્યક્ત કર્યો. જે અંગે અણ્ણા હજારેએ ગોપાલ રાયને કહ્યુ કે તમને અહીં આવવાની ના પાડવામાં આવી હતી, છતાં પણ તમે કેમ આવ્યા ?

ડામર ચોરી કૌભાડ : પીએસઆઈ સસ્પેન્ડ, પુત્રને રિમાન્ડ


police son in asphalt corruption got 5 day remand
જામનગર :
જામનગર જિલ્લામાં ડામર ચોરીના કૌભાંડમાં પીએસઆઈનો પુત્ર રંગહાથે ઝડપાઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. જોડીયાના ભાદરા પાસે ડામર ચોરીનું કૌભાડ ઉજાગર થવા પામ્યું હતું. એક મહિના સુધી ચાલી રહેલા આ ડામર ચોરીના કૌભાડની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ એલ.સી.બી.ને સોપવામાં આવી છે. અને જે વિસ્તારમાં કૌભાંડ એક મહિનાથી ધમધમતું હતું, તે એરિયાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.ડી. ઓડેદરાને ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત આ મામલે રંગહાથે  પકડાયેલા આરોપી પીએસઆઈના પુત્ર યુવરાજસિંહને કોર્ટમાં 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નારાયણ સાઇની લાંચ લીલા....

narayan sai bribed investigating police officer says surat police
સુરત :
સુરત જહાગીરપુરા પોલીસ મથકમા નોંધાયેલી ફરિયાદ બાદ સુરત પોલીસે દીલ્હી પોલીસની મદદથી બળાત્કારી એવા નારાયણસાઇને ઝડપી પાડયો હતો. જો કે નારાયણ તથા તેના સાધકોએ પૈસાના જોરે પોતાનો કેસમા તપાસમા ભીનું સંકેલવા તથા પોલીસે જપ્ત કરેલા દસ્તાવેજો તેમને પરત મળે તે માટે તેઓએ  ક્રાઇમબ્રાંચના પીએસઆઇ  કુંભાણીને કરોડો રૂપીયાની ઓફર કરી હતી. જયા પહેલેથી જ વોચમા રેહલી પોલીસે  ગાંધીબાગ પાસે વોચ ગોઠવીને એક કારને ઝડપી પાડી હતી. કારમાં સવાર 6 શખ્શોને ઝડપી પાડી રૂ. 1 કરોડ પોલીસે જપ્ત કર્યા હતા. આ ઉપરાત અન્ય જગ્યાએથી  બીજા ચાર કરોડ મળી કુલ્લે 5 કરોડની મસમોટી રકમ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. સાથોસાથ પીએસઆઇ કુંભાણી, નારાયણ સાઇ સહિત ચાર વિરુધ્ધ  એન્ટી કરપ્શનનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

વિક્રમ માડમ સામે પગલાં લેવાશે...?

will congress take action against vikram madam
અમદાવાદ :
કોબરાપોસ્ટ ઓનલાઇન વેબસાઇટ દ્વારા ઉપરાઉપરી સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યા છે જેમાં તાજેતરમાં કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં ગુજરાતના કોંગ્રેસના એક સાંસદનો પણ સમાવેશ થાય છે. કોબરાપોસ્ટના આ સ્ટીંગમાં કોંગ્રેસના જામનગરના સાંસદ વિક્રમ માડમનાં પીએ એક બનાવટી તેલ કંપનીની તરફેણમાં પત્ર લખવા માટે રૂપિયા 6 લાખની માગણી કરતાં હોય તેવું બહાર આવ્યું છે. કોંગ્રેસના આ સાંસદની સાથે અન્ય 11 સાંસદોનો પણ સમાવેશ થાય છે જેમાં કોંગ્રેસ, બસપા, જેડીયુના પણ સાસંદો છે.

રાજ્યસભામાં આજે લોકપાલ બિલ રજૂ કરાશે


government tables amended lokpal bill in rajya sabha

નવી દિલ્હી :

અન્નાના અનશન પર બેસી જવા પછીથી સરકાર લોકપાલ વિધેયકને આજે રાજ્યસભામાં રજૂ કરશે. સરકારે લોકપાલ વિધેયકને પોતાની પ્રાથમિકતા ગણાવતા સંસદનું સત્ર જલ્દી પુરું કરવાની અટકળોને ખોટી ગણાવી. ભાજપ લોકપાલ બિલનું સમર્થન કરી રહી છે. તો ત્યાં સમાજવાદી પાર્ટીએ આ બિલના વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

સુપ્રીમ કોર્ટે લાલૂ પ્રસાદનાં જામીન મંજૂર કર્યા


indian politician laloo prasad yadav freed on bail

નવી દિલ્હી :
ઘાસ-ચારા ગોટાળામાં રાંચી જેલમાં બંધ આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધી છે. આ પહેલા હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. લાલૂને જામીન મળવાથી તેમને જેલથી બાહર આવવા પર ચૂંટણી તૈયારીઓ કરવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે.

પાંચ કરોડની લાંચ આપીને ફરાર થયો હતો સાંઈ


narayan sai bribed to two crores for absconding

નવી દિલ્હી :
બળાત્કારના કેસ દાખલ થયા પછીથી ફરાર થયેલ નારાયણ સાંઈ આખરે પોલીસથી કેવી રીતે 59 દિવસ સુધી બચતો રહ્યો ? આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. રેપ કેસમાં ફસાયેલ નારાયણ સાંઈને લુકઆઉટ નોટિસ જાહેર થવા પછીથી પોલીસથી બચવા માટે ક્રાઈમ બ્રાન્ચના એક સબ ઈન્સપેક્ટરને લાંચમાં 5 કરોડ રૂપિયા આપ્યા હતા.

દિલ્હીમાં આપ બનાવી શકે છે સરકાર



aap may accept the proposal
નવી દિલ્હી :
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનો દેખાવો સારો રહ્યો છે. પરંતુ બહુમતી માટે જરૂરી બેઠકોથી થોડે દૂર રહી જતાં બન્ને પાર્ટીને ટેકાની જરૂરિયાત ઉભી થઈ છે. જોકે બન્ને પાર્ટીઓ દ્રારા બહુમતી નહીં મળી હોવાનું તેમજ કોઈ અન્ય પક્ષ પાર્ટી પાસેથી ટેકો લેવા તૈયાર નથી તેવી પરિસ્થિતિમાં દિલ્હીમાં સરકાર કોણ બનાવશે તે બાબતે દરેકની નજર છે.


Read Full News: http://www.globalgujaratnews.com/article/aap-may-accept-the-proposal/

Thursday, 12 December 2013

article of hridaynath about 11 mps asked for money to write recommendations
અમદાવાદ :
ફરી  એક વાર 11 સાંસદો પૈસા લેતા પકડાઈ ગયા. સૌએ આ મનોરંજન માણ્યું. મદારી ડુગડુગી વગાડે એટલે તેનો વાંદરો નાચવા લાગે. એ જ રીતે સાંસદો અને ધારાસભ્યોને તમે રૂપિયાની થોકડી દેખાડો એટલે નાચવા લાગે. લગ્નની સિઝનમાં વરઘોડો નીકળે ત્યારે રૂપિયા ઊડાડીએ તેમ નાચનારા જોરજોરથી નાચે. નેતાઓ પણ નાણાં દેખે એટલે જોરજોરથી નાચવા લાગે. એ નાચ કોબ્રાપોસ્ટે ફરી એક વાર દેખાડ્યો. જામનગરના કોંગ્રેસી સાંસદ વિક્રમ માડમે કહ્યું, પહેલાં પૈસા આપો પછી હું નાચું. ના, ના, એવું કહ્યું કે લેટર પહેલે નહીં મિલતે, પહેલે પૈસે દો - એવું કૈંક. હા હવે, એ બધું એનું એ જ.

શિયાળામાં પણ થઈ શકે ડીહાઈડ્રેશન


water drinking necessary in winter
અમદાવાદ :
દેશભરમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળામાં કસરત તેમજ સવિશેષ સૂકામેવાનું સવેશેષ મહત્વ રહેલું છે. શિયાળા દરમ્યાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહેવાના કારણે મોટાભાગે લોકો પાણી ઓછું પીતા હોય છે. જ્યારે તેથી વિપરિત ઉનાળામાં ગરમીના કારણે શરીરમાં પાણીની જરૂરિયાત શિયાળા કરતા વધારે હોય છે. પરંતુ જો ઉનાળા કે શિયાળામાં પુરતા પ્રમાણમાં શરીરને જરૂરી પાણી પીવામાં ન આવે તો તમે ડીહાઈડ્રેશનનો શિકાર બની જાવ છો.

ટુંક સમયમાં બજારોમાં આવશે નૈનો કેમેરો

nano camera can operate at the speed of light
વોશિંગ્ટન :
મોટાભાગના સામાન્ય ડીઝીટલ કેમેરા વધારે ધૂમ્મસ કે ધૂળ અને વરસાદની સ્થિતિમાં સાથ આપતા નથી. તે સમયે કેમેરા તસ્વીરો સત્વરે કેદ કરી ઘણી મુશ્કેલ સાબિત થઈ જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે  મેસાચૂસિટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી મિડિયા લેબનાં સંશોધકોએ દાવો કર્યો છેકે તેમણે નૈનો કેમેરો તૈયાર કર્યો છે જે લાઈટની ઝડપથી કામ કરી શકે છે.

દિલ્હી : લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ

suspected lashkar e taiba operative arrested crime news terrorim news

નવી દિલ્હી :
દિલ્હી પોલીસની સ્પેશ્યલ યુનિટે લશ્કર-એ-તૌયબાના એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા આતંકીનું નામ મોહમ્મદ શાહિદ છે તે મૌલવી હોવાનું જણાવી રહ્યો છે. શાહિદની પાસેથી એક ડાયરી મળી છે, જેમાં દિલ્હીમાં હુમલા પર બનેલો પ્લાનનો ખુલાસો છે. પોલીસનો દાવો છે કે શાહિદ બે વાર પાકિસ્તાન જઈ ચૂક્યો છે. પોલીસ સૂત્રોથી જાણકારી મળી છે કે શાહિદ લશ્કર-એ-તૌયબાનો કમાન્ડર જાવેદ બલૂચીના નેજા હેઠળ કામ કરતો હતો. પોલીસે શાહિદની જાણકારી શાહિદ અને બલૂચીની વાતચીતની કોલ ટ્રેસિંગ દરમ્યાન મળી.

શું ગુજરાત વિધાનસભાની ફરી પેટાચૂંટણી..?

again by election in june july for assembly seat
અમદાવાદ :
13મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ડિસેમ્બર 2012માં યોજાઈ હતી. તેને એક વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે આ એક વર્ષમાં બે બેઠકો માટે પેટાચૂંટણી યોજવી પડી છે અને હવે લોકસભાની આગામી ચૂંટણીઓમાં જો ભાજપ કોંગ્રેસ ધારાસભ્યોને ટિકીટ આપશે અને તેઓ જીતી જશે તો ખાલી પડનારી વિધાનસભાની બેઠક માટે ફરીથી પેટા ચૂંટણીઓ યોજવી પડે તેમ છે. ગુજરાત વિધાનસભા માટે 182નો આંકડો અપશુકનિયાળ હોવાનું ફરીથી પુરવાર થશે.

સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર

indian stock market 12 12 13
મુંબઇ :
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સતત ત્રીજા દિવસે નેગેટિવ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 246 પોઇન્ટ તૂટીને 20,925 અને નિફ્ટી 71 પોઇન્ટ તૂટીને 6,237નાં લેવલે બંધ આવ્યા.

વડોદરા: ITI બીલ્ડીંગનો એક હિસ્સો ધરાશયી

iti building collapsed in vadodara
વડોદરા :
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી આઈટીઆઈની ઈમારતનો એક હિસ્સો ધરાશાયી થતા 3 વિદ્યાર્થીઓ દબાયા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયા છે. આઇટીઆઇમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યુ હતુ ત્યારે આ ઘટના બનતા વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા. અને નાસભાગ મચી ગઇ હતી

મિશન મંગળમાં ભારતીયોની બીજા ક્રમે નોંધણી

mission mars one india got second rank during registration
લંડન :
વર્ષ 2023માં વન વે પ્રાઈવેટ મિશન માર્સ વન અંતર્ગત મંગળ ગ્રહ રહેવા ઈચ્છતા લોકો માટે  પાંચ મહિનાથી રજીસ્ટ્રેશન થતું હતું. જેમાં વિશ્વભરથી લોકોએ અપ્લાય કર્યું છે. આ મિશન પ્રમાણે ચાર મહિલા પુરૂષની પસંદગી કરીને તેમણે હમેશા માટે મંગળ ગ્રહ પર કાયમી વસવાટ કરવા માટે મોકલી દેવામાં આવશે. અને જેમની પૃથ્વી પર પરત આવવાની કોઈ શક્યતા નથી.

દિલ્હી બાદ અમેરિકામાં પણ કેજરીવાલનો ડંકો વાગ્યો

kejriwal among foreign policys 100 global thinkers

વોશિંગ્ટન :
દિલ્હી વિધાનસભામાં જોરદાર દેખાવ કરનાર આમ આદમી પાર્ટી(આપ)ના સંસ્થાપક અરવિંદ કેજરીવાલને ભારતની રાજધાનીમાં રાજકિય અભિયાનનું નેતૃત્વ કરવા બદલ અમેરિકાના ફોરેન પોલિસી મેગેઝીને 100 વૈશ્વિક વિચારકોની યાદીમાં સામેલ કર્યા છે.

આધાર કાર્ડ દ્વારા ક્રેડિટ-ડેબિટ કાર્ડની જેમ ખરીદી ?

banks set to oppose rbi diktat to install aadhaar enabled atms and point of sale terminals

મુંબઇ :
આરબીઆઈએ થોડા દિવસો પહેલા જ બેંકોને આદેશ કર્યો હતો કે જે પણ બેંકો 26 નવેમ્બર બાદ એટીએમ કે પીઓએસ મશીન લગાવે તેમાં બાયોમેટ્રિક રીડર લાગેલું હોવું જોઈએ. કારણકે ગ્રાહકો આધાર કાર્ડ દ્વારા ખરીદી કરી શકે. પેમેન્ટ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડને પીઓએસ મશીનમાં સ્વાઇપ કરવામાં આવે છે. સરકારના આ પગલાનો બેંકો તીવ્ર વિરોધ કરવાનું વિચારી રહી છે.

રાજ્યસભામાં કાલે આવી શકે છે લોકપાલ બિલ

govt may table lokpal bill in rajya sabha tomorrow

(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :
જનલોકપાલની માંગને લઈને અન્ના હજારેના અનશન પર બેસવા પછી લોકપાલ બિલ પરની ચર્ચાએ ગતિ પકડી છે. સરકાર લોકપાલ બિલને લઈને કાલે એક વાર ફરી રાજ્યસભામાં રજૂ કરી શકે છે. સૂત્રોથી મળેલ માહિતી મુજબ લોકપાલ બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. સંસદીય કાર્યમંત્રી કમલનાથે કહ્યું કે સરકાર આ જ સત્રમાં લોકપાલ બિલ લઈને આવશે. લોકપાલ બિલ સરકારની પ્રાથમિકતામાં છે. કમલનાથે કહ્યું કે રાજ્યસભાનું સત્ર હજી પૂરું નથી થયું.

Wednesday, 11 December 2013

મુખ્યમંત્રીઓને કારણે ભાજપની જીતઃ અડવાણી

india politics top

નવી દિલ્હી :
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ પરોક્ષ રીતે પક્ષ દ્વારા કરવામાં આવતાં મોદી લહેરના પ્રચાર પર સવાલ ઉભો કરતાં હાલમાં મળેલી રાજ્યોના વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ભારે જીતને રાજ્યાના મુખ્યમંત્રીઓને પણ ક્રેડીટ આપી હતી.

‘ભાઈલેન્ડ’ ફિલ્મની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે

bhailand film starcast in ahmedabad
અમદાવાદ :
ફિલ્મ પ્રોડ્યુસર અને  ડિરેક્ટર રિઝવાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘ભાઈલેન્ડ’ માટે અમદાવાદ પધાર્યા હતા.તેમની સાથે તેમની ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર બપ્પી લેહરી તેમજ  એકટ્રેસ કોયના મિત્રા પણ આવ્યા હતા. ગ્રીન અને બ્લેક જંપસૂટમાં સજ્જ કોયના તથા બ્લેક લોંગ કુર્તામાં પોતાની આગવી વેશભૂષામાં આવેલા બપ્પી લેહરીએ ખૂબ મોકળા મને મીડિયા સાથે વાતચીત કરી હતી.

ભારત-દક્ષિણ આફ્રિકા ત્રીજી વન-ડે

shami dismisses amla early
સેંચુરિય :
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય કર્યો હતો. હાલ મળતા સમાચાર મુજબ આફ્રિકાએ 6 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 26 રન બનાવી લીધા છે. 

નારાયણે બળાત્કારનો ગુનો તથા મોક્ષને પોતાનો પુત્ર સ્વીકાર્યો

narayan sai says he fathered aide s child
સુરત :
સુરતની પીડીતા પર બળાત્કાર ગુજારવામા આવેલા પ્રકરણમા આખરે નારાયણ સાઇએ પોતે પીડીતા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ સ્વીકારી લીધો હતો. તેમજ  તેને અન્ય આઠ સાધિકા સાથે પણ શારીરિક સંબધ બાધ્યો હોવાની તથા મોક્ષ પોતાનો પુત્ર હોવાની વાત પણ સ્વીકારી હતી.

અમેરિકામાં મોદીનો વિરોધ સ્માપ્તિનાં આરે

us will work with narendra modi if he becomes pm says condoleezza rice
વૉશિંગ્ટન :
વિધાનસભા ચૂંટણીમાં  ભાજપને મળેલી ભવ્ય જીત બાદ ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીનો અમેરિકામાં થઇ રહેલો વિરોધ શાંત થઇ રહ્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકની પૂર્વ વિદેશ મંત્રી કોન્ડેલીસા રાઇસે કહ્યુ કે 2002નાં તોફાનો હવે કોઇ મુદ્દો નથી. જો મોદી ભારતનાં વડાપ્રધાન બનશે તો અમેરિકાને તેમની સાથે કામ કરવામાં કોઇ વાંધો નહી આવે.

જનાદેશ ૨૦૧૩: આવી રહેલા વંટોળિયાનો સંકેત

mandate 2013 signs of the coming tsunami
મુંબઇ :
દેશ એક આમૂલ રાજકીય પરિવર્તનના આરે ઉભો છે. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો વિષે પુષ્કળ મલ્લીનાથી થઇ ચૂકી છે અને પક્ષીય નફાનુકસાનના સરવૈયાં બહાર પડી ગયાં છે.જનાદેશ ૨૦૧૩નો છે પણ તેનો અર્થ કાઢનારાની નજર ૨૦૧૪ પર છે. જે થયું છે તેના આધારે શું થશે તેનો વર્તારો કાઢવાની કવાયત ચાલે છે.

ડી.પી.બૂચે લોકાયુક્ત પદે શપથગ્રહણ કર્યા

d p buch sworn in as gujarat lokayukta today
ગાંધીનગર :
પૂર્વ જસ્ટીસ ડી.પી.બૂચે આજે ગુજરાતનાં લોકાયુક્તનાં પદે શપથગ્રહણ કર્યા, અને આ સાથે જ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા લોકાયુક્તનાં વિવાદનો અંત આવ્યો છે. આજે સવારે રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ડૉ.કમલા બેનિવાલે લોકાયુક્ત પદે ડી.પી.બૂચને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

સદીનું અંતિમ સિરિયલ કોમ્બનેશન 11-12-13

last serial combination of the century
અમદાવાદ :
દાયકાઓ પછી આવતી અમુક ચોક્કસ આંકડા સાથે બંધ બેસતી તારીખો દરેકનું મોહી લે છે. ગત વર્ષ 2012માં ડિસેમ્બર મહિનામાં 12-12-12ના રોજ દેશવાસીઓ ઘેલા બની ગયા હતાં. વર્ષ સાથે બંધબસ્તી મહિના અને દિનની તારીખે આવતો દિન યાદ રાખવો ઘણો સરળ હોય છે. અને તે દિવસ કરાયેલું કામ કે કોઈ પ્રસંગની તારીખ જલ્દીથી યાદ રહી જતી હોય છે. જેથી ઘણા લોકો આ દિવસને ખાસ બનાવી કોશિષ કરતા હોય છે.

નંદન નિલેકણી કોંગ્રેસનાં પીએમ ઉમેદવાર ?

nandan nilekani coulld be pm candidate for congress
નવી દિલ્હી :
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજયથી કોંગ્રેસમાં આત્મમંથન શરૂ થયુ છે. અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. સાથે જ ભાજપની જેમ કોંગ્રેસ પણ વડાપ્રધાન પદનાં ઉમેદવારનું નામ જાહેર કરે તેવી માંગ થઇ રહી છે. આ સંજોગોમાં જો રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે પોતાનું નામ  જાહેર કરવાની ના પાડે તો સવાલ એ છે કોંગ્રેસ કોને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરશે ?

Tuesday, 10 December 2013

વિજય સરઘસ પર કેજરીવાલનું કડક વલણ

the molestation charges against dharmendra koli are false says kejriwal
નવી દિલ્હી :
ધારાસભ્ય ચૂંટાયાના બીજા જ દિવસે છેડતીના આરોપમાં ફસાયેલા સામાન્ય નાગરિકનો પક્ષના ધારાસભ્. ધર્મેન્દ્ર કોળીને પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કડક ઠપકો આપ્યો છે. જો કે, ધર્મેન્દ્રની વિરૂધ્ધ છેડતીના આરોપને કેજરીવાલે રાજનીતિ હોવાનું જણાવ્યું છે.

ભાજપની જીતથી આસારામ ખુશ

bjp success in rajasthan is victory of truth says asaram bapu
નવી દિલ્હી :
રેપના આરોપમાં જેલના સળીયા પાછળ ગાળી રહેલા દિવસોમાં આસારામને કેટલાય દિવસો પછી ખુશ થવાની તક મળી છે. આસારામ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામમાં ભાજપની જીતથી ભારે ઉત્સાહી છે. તેમણે ભાજપની જીતને સત્યની જીત થઈ તેમ જણાવ્યું છે.