
ભારતના ફુટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રીના રેકોર્ડ ગોલની મદદથી આંતરરાષ્ટ્રીય ફુટબોલ મૈત્રી મેચમાં ભારતે નેપાળને 2-0થી પરાજય આપ્યો હતો. આ સાથે જ છૈત્રી ભારત તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો હતો. તેણે આ મેચમાં ગોલ કરી ટીમ ઇન્ડીયાના પૂર્વ સુકાની બાઇચૂંગ ભૂટિયાએ કરેલા આંતરરાષ્ટ્રીય મેચમાં કરેલ 42 ગોલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
No comments:
Post a Comment