
માનનીય ન્યાયાધીશો અવારનવાર સારા ચુકાદા આપતા રહે છે. કાયદાથી પર, જડ નિયમોથી પર, પુરાણા સામાજિક બંધનોથી પર અને નવી હવાની લહેર ઊઠે એવા ચુકાદા ન્યાયાધીશો દ્વારા અપાતા રહે છે. પણ ક્યારેક તેમાં વિરોધાભાસ પણ ઊભો થાય છે. ન્યાયાધીશ પોતાની સામે રહેલા કેસના સંદર્ભમાં અમુક બાબતો અંગે ટીપ્પણી કરે છે, પરંતુ અન્ય સંદર્ભમાં તેની અલગ અસર પડી શકે છે. દાખલા તરીકે લિવ ઈન રિલેશનશીપને લગ્ન જેવા ગણી લેવામાં આવે અને તે માટે કાયદો ઘડવામાં આવે તેની ભલામણ સુપ્રીમ કોર્ટે કરી છે.
No comments:
Post a Comment