
સાયબર જગતની બહુ બોલબાલા છે. લોકો નેટસેવ્વી થવા લાગ્યા છે. તમે ફેસબૂક પર છો કે કેમ એવું લોકો પૂછે છે. હું ના પાડું ત્યારે અમુક લોકો પોતાનો ફેસ અમુક રીતે મરડે છે. પછી મારે બીટ બીટ માહિતી આપવી પડે કે અમે 10 વર્ષ પહેલાં નેટ જર્નલિઝમ ગુજરાતીમાં કરી ચૂક્યા છીએ. તે અસલી નેટ જર્નલિઝમ હતું. ફેસબૂક પર ફાવે તેવું લખવું, ટ્વીટ પર હી હી હી હી કરવું કે બ્લોકમાં કંઈક બકવાસ કરવો એ પત્રકારત્વ નથી. તેને સોશિયલ મિડિયા શબ્દ આપવામાં આવ્યો છે તે ખોટો છે. તેને સોશિયલ ગોસીપ કહેવું જોઈએ. દરેક માધ્યમને મિડિયા ના કહેવાય. તો પછી ફોનને પણ મિડિયા કહેવું પડે અને ફોન પર એક બીજાને સંદેશ આપો તેને સમાચાર કહેવા પડે. પણ તેને આપણે સંદેશવ્યવહાર કહીએ છે, પત્રકારત્વ નથી કહેતા.
No comments:
Post a Comment