
નવી દિલ્હી :
જાતીય શોષણ કેસમાં આરોપી તરુણ તેજપાલને ગોવા સેશન્સ કોર્ટે આજે સવારે 10 વાગ્યા સુધીની રાહત આપી હતી. તેજપાલ આજે સવારે 9.05 વાગ્યે હોટલથી ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા અને ત્યાં હાજર થઈને પાછા હોટલ આવી ગયા. ત્યારબાદ તેજપાલ પણ કોર્ટમાં પહોંચી ગયા. જો કે તેજપાલે કહ્યું હતું કે મારે અદાલતમાં જવું જરૂરી નથી. હું પોલીસને સાથ આપી રહ્યો છું. આ સિવાય કોર્ટમાં તેજપાલની પત્ની અને તેમની પુત્રી પણ હાજર હતી.
No comments:
Post a Comment