Tuesday, 26 November 2013

કેન્દ્રિય મંત્રી બચાવી રહ્યા છે તેજપાલને: સુષમા

sushma swaraj claims union minister shielding tejpal
નવી દિલ્હી :
જાતીય શોષણનાં કેસમા ફસાયેલા તહલકાનાં પૂર્વ એડિટર તરુણ તેજપાલની મુશ્કેલીઓ વધી રહી છે. ભાજપ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવનાર તરુણ તેજપાલ હવે ભાજપે પ્રહાર શરૂ કર્યા છે. ભાજપનાં નેતા સુષમા સ્વરાજે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે એક કેન્દ્રિય પ્રધાન તરુણ તેજપાલને બચાવી રહ્યા છે. જ્યારે ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે કહ્યુકે તેઓ તેજપાલ પરનાં જાતીય શોષણનાં કેસને ઝડપથી ઉકેલવા માંગે છે.

No comments:

Post a Comment