
જાતીય શોષણનાં કેસમાં ફસાયેલા તહલકાનાં પૂર્વ એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલે દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેના પણ મંગળવારે સુનાવણી થાય તેવી શક્યતા છે. ગોવા પોલીસની ટીમે દિલ્હીમાં તહલકાની મૈનેજિંગ એડિટર શોમા ચૌધરી અને અન્ય સંબંધિતોની પૂછતાછ કરી હતી. માનવામા આવી રહ્યુ છે કે મહિલા પત્રકારનું નિવેદન નોંધાયા બાદ ગોવા પોલીસ તેજપાલ વિરુધ્ધ કાર્યવાહી કરશે. બીજી તરફ જાતીય શોષણનો આરોપ લગાવનાર મહિલા પત્રકારે તહલકામાંથી રાજીનામુ આપી દીધુ છે.
No comments:
Post a Comment