રાજકોટમાં અકસ્માતના પગલે ટ્રાફીક જામ
રાજકોટ : અકસ્માત માટે પંકાઈ ગયેલા રાજકોટ શહેરમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો શહેરની ભાગોળેગ્રીનલેન્ડ ચોકડી પાસે કે જ્યાં અવાર નવાર અકસ્માતો સર્જાય છે. ત્યાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક આગળ બંધ પડેલી ગાડીને બચાવવા જતા એક મેટાડોર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લાકડા ભરેલું મેટાડોર રસ્તા ઉપર જ પલટી મારી ગયું હતું જયારે 18 વ્હીલ્વાળો ટ્રક પુલ નીચે ખાબક્યો હતો અને રસ્તા ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે પોલીસે દોડી જઈને તાકીદે કાર્યવાહી હાથ ધરી હતી અને મેટાડોરને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
Read Full News: http://www.globalgujaratnews.com/article/two-vehicle-accident-causes-hour-long-traffic-jam-at-rajkot/
No comments:
Post a Comment