
ચાર ડિસેમ્બરના રોજ પાંચમાંથી બાકીના બે રાજ્યો દિલ્હી અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂરું થયા બાદ ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાના ગળાને આરામ આપશે. આમ તો, બીજી ડિસેમ્બરથી જ જાહેરપ્રચાર પડઘમ શાંત થઇ જશે તેથી કોઇ જાહેરસભાઓ યોજાશે નહીં. ચાર ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમ્યાન ભાજપમાં લોકસભાની આગામી ચૂંટણીઓ માટેની માનસિક કવાયત દિલ્હી અને ગાંધીનગરમાં હાથ ધરાશે. પરિણામો જે આવે તે તેની ચિંતા કર્યાં વગર લોકસભા માટે રણનીતિઓ એક પછી એક તૈયાર કરવામાં આવશે.
No comments:
Post a Comment