Thursday, 28 November 2013

નેપાળ અને યુએઇની ટીમ ટી-20 વર્લ્ડકપમાં....

nepal and uae qualifies for t 20 world cup 2014
દુબઇ :
નેપાળ તેમજ સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ની ટીમે બાંગ્લાદેશમાં યોજાનારા આઇસીસી ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય કરી લીધુ છે. અબુધાબી ખાતે રમાઇ રહેલ ક્વોલિફાય મેચમાં પહેલ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળે હોંગકોંગને પાંચ વિકેટે જ્યારે એક અન્ય મેચમાં યુએઇએ હોલેન્ડને હરાવી અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ, નેપાળ અને યુએઇની ટીમો વર્લ્ડકપમાં જોવા મળશે. 

No comments:

Post a Comment