
ભારત અને વેસ્ટ ઇન્ડીંઝ વચ્ચે ત્રણ વનેડ મેચની શ્રેણીમાં આજની અંતિમ મેચમાં ભારતનો પાંચ વિકેટ વિજય થયો હતો. આ સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીંઝ સામે ટેસ્ટ તેમજ વન-ડે શ્રેણી પોતાના નામે કરી લીધી છે. આજની વનડે મેચમાં ભારતને જીતવા માટે 264 રનનું લક્ષ્યાંક મળ્યું હતું જે તેણે પાંચ વિકેટના નુકસાન પર બનાવી લીધું હતું. ભારત તરફથી શિખર ધવને શાનદાર સદી ફટકારી હતી. તેણે 119 રન બનાવ્યા હતા. યુવરાજ સિંઘે તેને સુંદર સાથ આપતા 55 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચેની ભાગીદારીએ ભારતના વિજયનો પાયો નાંખ્યો હતો.
No comments:
Post a Comment