
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે આગ્રામાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપા પર આકરા પ્રહાર કર્યા. મોદીએ કહ્યુ કે કોંગ્રેસ લોકોમાં ભાગલા પાડવાની રાજનીતિ કરે છે. કોંગ્રેસે જ દેશનું વિભાજન કર્યુ. એક રાજ્યને બીજા રાજ્ય સાથે લડાવવાની કોંગ્રેસની આદત છે. અને પ્રાદેશિક પાર્ટીઓ પણ કોંગ્રેસનાં નકશેકદમ પર આગળ વધી અને તે પણ ભાગલા પાડવાની રાજનીતિ કરે છે. કોંગ્રેસનાં પાપનું જ પરિણામ છે કે એસપી અને બીએસપી જેવી પાર્ટીઓનો ઉદય થયો.
No comments:
Post a Comment