રાજકોટ સિવિલના ડોકટર લાંચ લેતા ઝડપાયા
રાજકોટ : રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર ચર્ચાના ચકડોળે ચડતી હોય છે. ત્યારે ગરીબ દર્દીઓની સેવા અર્થે નીમાયેલા તબીબોએ સિવિલ હોસ્પીટલમાં વેપલો શરુ કરી દીધો હોય તેવું એક વરવું ઉદાહરણ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સિવિલ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર કુકડીયાએ સારવાર અંગેનું સર્ટીફીકેટ આપવા માટે 3500 રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચ સ્વીકારતાની સાથે જ એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે ડોક્ટરને રંગેહાથે ઝડપી લીધા હતા.
No comments:
Post a Comment