Saturday, 30 November 2013

પ્રિયંકા બની 'ગેસ'ની બ્રાન્ડ એમ્બેસેડર

being a guess girl is big deal for me says priyanka chopra
મુંબઇ :
બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશ્વની ફેશન બ્રાંડ 'ગેસ'ની બ્રાન્ડ એમ્બેસેડર બનનારી પ્રથમ અભિનેત્રી બની છે. ફેશન બ્રાન્ડ ગેસના નવા ચહેરા તરીકે કંપનીએ પ્રિયંકાને રજૂ કરી હતી. આ અંગે પ્રિયંકાએ જણાવ્યં કે મારા માટે 'ગેસ'ની એમ્બેસેડર બનવાનું સૌથી મોટી વાત છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ કંપનીના ચહેરા તરીકે સૌથી સુંદર તેમજ આદર્શ મહિલામાં જેની ગણના થાય છે તે જ આ અભિયાનના ઝુંબેશનો ભાગ રહી છે.

ઇરાકમાં 52 લોકોની ગોળી મારીને હત્યા

wave of violence leaves 52 dead in iraq
બગદાદ :
ઇરાકની રાજધાની બગદાદમાં ગત્ શુક્રવારે અપહરણ કરાયેલા 52 લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. અપહરણ કરાયેલા લોકોને માથા અને છાતીમાં ગોળી મારવામાં આવી. જેમના મૃતદેહ બગદાદથી 32 કિલોમીટર દૂર ઉત્તર મેશાહદા શહેરમાં ફેંકવામાં આવ્યા.

સચિન યૂનિસેફનો બ્રાંડ એમ્બેસેડર બન્યો

sachin tendulkar becomes unicef south asia brand ambassador
મુંબઇ : માસ્ટરબ્લાસ્ટર સચિન તેડુંલકરને યૂનિસેફે દક્ષિણ એશિયાઇ વિસ્તાર માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુંક્ત કર્યો છે. યૂનિસેફના એક અધિકારીએ આ અંગેની પુષ્ટી કરી હતી. સચિન યૂનિસેફના આ વિસ્તારમાં સ્વચ્છતા અને સફાઇના કાર્યો માટે લોકોનું ધ્યાન દોરતા જોવા મળશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/sachin-tendulkar-becomes-unicef-south-asia-brand-ambassador/

હેકરે ટ્વીટ કર્યુ પીડિતાનું નામ: મીનાક્ષી લેખી

bjps meenakshi lekhi tweets victim s last name admits mistake then says someone else did it
નવી દિલ્હી :
તહલકા જાતીય શોષણ કેસમાં તરુણ તેજપાલનાં મામલે ભાજપની પ્રવક્તા મીનાક્ષી લેખી મુશ્કેલીમાં મુકાઇ છે. મીનાક્ષી લેખીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પીડિત મહિલા પત્રકારનાં ઉપનામનો ખુલાસો કર્યો, જેનાથી લેખીની મુશ્કેલીઓ વધી છે.
Read Full News: 

મનોહર જોશીએ ઉદ્ધવ ઠાકરેની માગી માફી

manohar joshi apologizes to uddhav thackeray political news

મુંબઈ :
શિવસેનાના નેતા અને પૂર્વ લોકસભના અધય્ક્ષ મનોહર જોશીએ શુક્રવારે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની સાર્વજનિક રીતે માફી માગી લીધી. જોશીએ તેમના નેતૃત્વની શાખ પર સવાલ ઉઠાવ્યા હતા. જોશીએ એક નિવેદનમાં કહ્યું કે જો આ તેમની ટિપ્પણીથી પાર્ટી અધ્યક્ષની મર્યાદા ઓછી થઈ હોય કે તેઓ બેઆબરૂ થયા હોય તો હું સાર્વજનિક માફી માગુ છું.

દિલ્હીમાં મનમોહનની રેલી રદ્

congress cancels manmohan rally to avoid modi political news
(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :
દિલ્હી વિધાનસભા ચૂંટણીને જોતા આજે દિલ્હીમાં રેલીઓ દ્વારા ધમાસણ ચાલું છે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીની વચ્ચે ખબર એ પણ છે કે પ્રધાનમંત્રી મનમોહન સિંહની ઉત્તરી દિલ્હીમાં થનારી રેલી રદ કરી દીધી છે. આને ભાજપે કોંગ્રેસ માટે બોલવાની એક તક આપી દીધી છે.

નેનોને સૌથી સસ્તી કાર કહેવી મારી ભૂલ : ટાટા

marketing nano as the cheapest car was a mistake says ratan tata

નવી દિલ્હી :
ટાટાની નેનો ભલે ભારતમાં સફળ ના હાંસલ કરી શકી હોય પરંતુ ટાટાના પૂર્વ ચેરમને રતન ટાટાને હજી પણ ખાસ્સી અપેક્ષાઓ છે. રતન ટાટાનું કહેવું છે કે નેનોમાં હજી પણ માર્કેટમાં છવાઈ જવાની તાકત છે. સાથે જ રતન ટાટાએ માન્યું કે નેનોને દુનિયાની સૌથી સસ્તી કારનો પ્રચાર કરવો તેમની નિષ્ફળતાનું એક કારણ છે. આને સૌથી સસ્તી કાર કરતા કરોડો લોકો માટે સુરક્ષિત કાર કહેવું જોઈતું હતું. જે બે પૈડા પર બેથી વધારે લોકોની સાથે મુસાફરી કરે છે.

સોનિયા સૌથી લોકપ્રિય, સુષ્મા બીજા સ્થાને

most popular sonia sushma swaraj on second stage

કોલકત્તા :
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દેશના સૌથી લોકપ્રિય મહિલા નેતા છે અને બીજા નંબર પર ભારતીય જનતા પાર્ટીના સુષ્મા સ્વરાજ છે. વેબ પોર્ટલ શાદી ડૉટ કોમ દ્વારા કરાવામાં આવેલા સર્વે મુજબ મહિલાઓમાં સર્વાધિક પસંદગી અને લોકપ્રિય નેતાના રૂપમાં સોનિયા ગાંધીને સૌથી વધારે 36.2 ટકા વોટ મળ્યા, જ્યારે ભાજપના નેતા સુષ્મા સ્વરાજને 33.6 ટકા લોકોએ પસંદ કરીને બીજા સ્થાન પર રાખ્યા છે.

હું નિર્દોષ છું, આરોપથી દુઃખી : જસ્ટિસ ગાંગુલી

i am innocent hurt by allegations says justice ganguly
નવી દિલ્હી :

સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જ્જના વિરૂધ્ધ જાતિય શોષણના આરોપની તપાસ કરી રહેલી કમિટિએ પોતાની રિપોર્ટ મુખ્ય ન્યાયાધીશને સોંપી દીધી છે. હવે સ્પષ્ટ છે કે કમિટિએ શું ભલામણ કરી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે જ્જની વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ વચ્ચે જસ્ટિસ એ કે ગાંગુલીનું કહેવું છે કે તેઓ નિર્દોષ છે અને આરોપોથી દુઃખી છે.

Friday, 29 November 2013

સાયબર જગતમાં સૌને ખવરાવો પાન-સોપારી

in the cyber world treat all with paan supaari
અમદાવાદ :
સાયબર જગતની બહુ બોલબાલા છે. લોકો નેટસેવ્વી થવા લાગ્યા છે. તમે ફેસબૂક પર છો કે કેમ એવું લોકો પૂછે છે. હું ના પાડું ત્યારે અમુક લોકો પોતાનો ફેસ અમુક રીતે મરડે છે. પછી મારે બીટ બીટ માહિતી આપવી પડે કે અમે 10 વર્ષ પહેલાં નેટ જર્નલિઝમ ગુજરાતીમાં કરી ચૂક્યા છીએ. તે અસલી નેટ જર્નલિઝમ હતું. ફેસબૂક પર ફાવે તેવું લખવું, ટ્વીટ પર હી હી હી હી કરવું કે બ્લોકમાં કંઈક બકવાસ કરવો એ પત્રકારત્વ નથી. તેને સોશિયલ મિડિયા શબ્દ આપવામાં આવ્યો છે તે ખોટો છે. તેને સોશિયલ ગોસીપ કહેવું જોઈએ. દરેક માધ્યમને મિડિયા ના કહેવાય. તો પછી ફોનને પણ મિડિયા કહેવું પડે અને ફોન પર એક બીજાને સંદેશ આપો તેને સમાચાર કહેવા પડે. પણ તેને આપણે સંદેશવ્યવહાર કહીએ છે, પત્રકારત્વ નથી કહેતા.

તહેલકા કાંડ : જામીન અરજી અંગે ચર્ચા ચાલુ

tejpal in goa court discussion about bail plea law news
નવી દિલ્હી :
જાતીય શોષણ કેસમાં આરોપી તરુણ તેજપાલને ગોવા સેશન્સ કોર્ટે આજે સવારે 10 વાગ્યા સુધીની રાહત આપી હતી. તેજપાલ આજે સવારે 9.05 વાગ્યે  હોટલથી ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા અને ત્યાં હાજર થઈને પાછા હોટલ આવી ગયા. ત્યારબાદ તેજપાલ પણ કોર્ટમાં પહોંચી ગયા. જો કે તેજપાલે કહ્યું હતું કે મારે અદાલતમાં જવું જરૂરી નથી. હું પોલીસને સાથ આપી રહ્યો છું. આ સિવાય કોર્ટમાં તેજપાલની પત્ની અને તેમની પુત્રી પણ હાજર હતી.

નરેન્દ્ર મોદી સામે વધુ એક પડકાર...

congress leader jagdish tytler challenges narendra modi
અમદાવાદ : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપે જ્યારથી વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી કોંગ્રેસ દ્વારા તેમની સામે તમામ પ્રકારના આક્ષેપો અને આરોપો મુકવામાં આવ્યા છે. મોદીની સરખામણી નકારાત્મક રીતે પણ કરવામાં આવી તો કોઇએ વળી એમ પણ કહ્યું કે એક ચા વેચનાર કઇ રીતે આ દેશના વડાપ્રધાન બની શકે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/congress-leader-jagdish-tytler-challenges-narendra-modi/

લોકાયુક્ત પદે ડી.પી.બૂચનાં નામને રાજ્યપાલની મંજૂરી

governor approves d p buch as gujarat lokayukta
અમદાવાદ :
ગુજરાત સરકારે નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટીસ ડી. પી. બૂચના નામની ભલામણ કરી છે, અને રાજ્યપાલ કમલા બેનિવાલે પણ ડી.પી.બૂચનાં નામને મંજૂરીની મહોર મારી છે. નોંધનીય છે કે વિરોધ પક્ષને પણ ડી.પી.બૂચનાં નામ અંગે સંમતિ આપી છે. જેથી આગામી દિવસોમાં હવે ડી.પી.બૂચ ગુજરાતનાં લોકાયુક્તનું પદ સંભાળશે.

વડોદરા સેવાસદનની ઓફિસમાં આગ

fire in vadodara nagarpalika office
વડોદરા : આજે સવારે વડોદરા સેવાસદન ની નાગરવાડા ખાતે આવેલી ઓફીસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જવાની ઘટના બની હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયર બ્રિગેડના લાશ્કરો આવે તે પેહેલાજ બધું બળીને ખાખ થઇ ગયું હતું. જોકે રાહતના સમાચર એ રહ્યા હતા કે આ આગમાં કોઇ જાનહાની થઇ નહોતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/fire-in-vadodara-nagarpalika-office/

ગુજરાતમાં તપાસપંચે ચાર્જ સંભાળ્યો

justice suguna ben bhatt commission takes charge
અમદાવાદ : બેંગ્લોરની એક યુવતીની જાસૂસીનાં મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નીમાયેલ તપાસપંચનાં ચેરપર્સન જસ્ટીસ સુજ્ઞા ભટ્ટ દ્વારા ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે અને પોતાની કામગીરી શરૂ કરી છે ત્યારે પંચના અન્ય સભ્ય નિવૃત્ત સનદી અધિકારી કે સી કપૂર એક મહિના બાદ પંચમાં જોડાય તેવી શક્યતા છે કેમ કે તેઓ એક મહિના સુધી કોઇ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી હાલમાં પંચની જવાબદારી સંભાળી શકે તેમ નથી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/justice-suguna-ben-bhatt-commission-takes-charge/

ભાગલા પાડવાની રાજનીતિ કરે છે કોંગ્રેસ: મોદી

narendra modi slams congress in rajasthan
જૈસલમેર :
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જૈસલમેરમાં રેલીને સંબોંધતા કોંગ્રેસ અને યુપીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. મોદીએ કહ્યુ કે કોંગ્રેસ સુરક્ષા, રોજગાર, વિકાસ અને શિક્ષા નહીં આપી શકે.

તેજપાલે જે પણ કર્યું તે બળાત્કાર છે : પીડિતા

tehelka caselive what tarun tejpal did to me is legally rape says victim crime news
(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :
ગોવા રેપ કાંડની પીડિત મહિલા પત્રકારે એક તાજેતરના નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તહેલકાએ તેમની સાથે જે કંઈ પણ કર્યું તે બળાત્કારના રૂપમાં ગણાય છે. પીડિતા મુજબ કાનૂની રૂપથી તેજપાલની કૃત્ય બળાત્કાર છે.

મેથી, પાલક અને સવાની વિશેષ માંગ

green vegetables in demand in winter season
અમદાવાદ :
શિયાળાના આગમન સાથે જ બજારમાં લીલા શાકભાજીનું આગમન થઈ જાય છે. બજારોમાં વિવિધ પ્રકારનાં શાકભાજી જોવા મળતા હોય છે. લીલા શાકભાજીની સાથે સાથે હાલ મેથી તેમજ પાલકની ભાજીની માંગ વધુ રહેતી હોય છે. સાથે સાથે ઠંડીની ઋતુ તેમજ  લગ્નસરાની મોસમને લઈને લારી-હોટલ તથા લગ્ન મંડપમાં મેથીના ગોટાનું ચલણ વધતા અમદાવાદનાં શાકભાજી બજારોમાં વિવિધ પ્રકારની ભાજીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે.

કાંબલીને હૃદયરોગનો હુમલો, હોસ્પિટલમાં દાખલ

vinod kambli suffers heart attack while driving sports news

મુંબઈ :
પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલીને હૃદયરોગનો હુમલો થયા પછી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાંબલી ડોક્ટરોની સઘન દેખરેખ હેઠળ છે. હાલ તો કાંબલી સીસીયૂમાં છે અને ડોક્ટર સતત તેમની પર નજર રાખી રહ્યા છે.

અણ્ણા શાંતિ રાખો, મોદીને આવવા દો: ભાજપ

modi will declare model lokpal law after win lok sabha election 2014
અમદાવાદ : ભ્રષ્ટાચાર સામે બે-ત્રણ વર્ષ પહેલા ઉપવાસ આંદોલન કરનાર અણ્ણા હજારે દ્વારા 10મી ડિસેમ્બરથી ફરી એકવાર લોકપાલ માટે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે ત્યારે ભાજપના સૂત્રો એમ કહે છે કે અણ્યા હઝારેએ થોડોક સમય શાંત રહેવું જોઇએ કેમ કે લોકસભાની ચૂંટણીઓ બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન થશે એટલે અણ્ણા હજારેને કોઇ ઉપવાસ આંદોલન કરવું નહીં પડે અને તેમની લોકપાલની માગણી સંતોષાઈ જાય તે પ્રકારનાં પગલાં ભ્રષ્ટાચાર સામે લેવામાં આવશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/modi-will-declare-model-lokpal-law-after-win-lok-sabha-election-2014/

લાલૂની જામીન અરજી પર CBIને સુપ્રીમની નોટિસ

sc notice to cbi on bail plea of prasad law and justice news top news
નવી દિલ્હી :
સુપ્રીમ કોર્ટે ઘાસ-ચારા ગોટાળા કેસમાં રાંચીની જેલમાં બંધ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી પર સીબીઆઈને આજે નોટિસ જાહેર કરી છે. મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમ અને ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠે ઝારખંડની ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને પડકાર આપનારી અરજી પર સીબીઆઈને નોટિસ જાહેર કરીને બે અઠવાડિયાની અંદર જવાબ આપવાનું કહ્યું.

બદનામ કરવા માટે IT કંપની લે છે સોપારી : કોબરાપોસ્ટ

cobrapost exposes social media stunts
(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :
જાસૂસી પત્રકારત્વ કરનારી વેબસાઈટ કોબરાપોસ્ટે સોશ્યલ મીડિયાનો દુરુપયોગ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોતાના વિરોધીઓનો હેરાન કરવા માટે આઈટી કંપનીઓની સાથે મળીને કેવી રીતે લોકોની જિંદગી વિનાશ કરવામાં આવી રહી છે, કેવી રીતે કોઈને હેરાન કરાય. તેનો ખુલાસો પોતાના સ્ટિંગ ઓપરેશનમાં કોબરાપોસ્ટે કર્યો છે.

ધૂમ-3 ની એક ટિકીટની કિંમત રૂ.500 ?

dhoom 3 tickets rates to be hiked
મુંબઇ :
યશરાજ બેનરની આગામી ફિલ્મ ધૂમ-3 જોવા માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. કારણ કે ટિકીટનાં ભાવ વધવાની સંર્પૂણ શક્યતા છે. મલ્ટીપ્લેક્સમાં એક ટિકીટની કિંમત રૂ.500 કરવાની વિચારણા થઇ રહી છે. અને મલ્ટીપ્લેક્સ ઑનર ટિકીટનાં ભાવ વધારવા માટે સહમત પણ થઇ ગયા છે. ફિલ્મી પંડિતોનું માનવુ છે કે ધૂમ-3 300 કરોડનો આંકડો પાર કરી શકે છે.

તેજપાલને ગોવા કોર્ટથી રાહત

goa court grants tejpal interim bail till 2 30 pm
નવી દિલ્હી :

મહિલા પત્રકારના જાતિય શોષણના આરોપી તહેલકાના સંપાદક તરૂણ તેજપાલે ગોવા સેશન્સ કોર્ટે આજે બપોરે અઢી વાગ્યા સુધી ધરપકડથી રાહત આપી દીધી છે. તેજપાલના વકીલોએ આજે ગોવા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી, જેની પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો. બપોરે અઢી વાગ્યે તેજપાલની અરજી પર સુનાવણી થશે. આ અરજીમાં તેજપાલની ગેરજામીનપાત્ર વોરંટ પણ ફગાવી દેવાની માગ કરી છે. 

લિવ-ઈન રિલેશનશીપને લગ્ન ગણવાના હોય તો ફરક શું રહ્યો?

if live in relationship is considered to be a marriage what would be the difference
અમદાવાદ :
માનનીય ન્યાયાધીશો અવારનવાર સારા ચુકાદા આપતા રહે છે. કાયદાથી પર, જડ નિયમોથી પર, પુરાણા સામાજિક બંધનોથી પર અને નવી હવાની લહેર ઊઠે એવા ચુકાદા ન્યાયાધીશો દ્વારા અપાતા રહે છે. પણ ક્યારેક તેમાં વિરોધાભાસ પણ ઊભો થાય છે. ન્યાયાધીશ પોતાની સામે રહેલા કેસના સંદર્ભમાં અમુક બાબતો અંગે ટીપ્પણી કરે છે, પરંતુ અન્ય સંદર્ભમાં તેની અલગ અસર પડી શકે છે. દાખલા તરીકે લિવ ઈન રિલેશનશીપને લગ્ન જેવા ગણી લેવામાં આવે અને તે માટે કાયદો ઘડવામાં આવે તેની ભલામણ સુપ્રીમ કોર્ટે કરી છે.

Thursday, 28 November 2013

રોયલ એનફીલ્ડે રજૂ કરી દમદાર બાઇક

royal enfield launches 535 cc continential gt
નવી દિલ્હી :
બ્રિટીશ બાઇક કંપની રોયલ એનફીલ્ડે અંદાજે બે વર્ષ બાદ ઘણા લાંબા સમય પછી પોતાની સૌથી એડવાન્સ અને હલ્કી બાઇક રજૂ કરી છે. કંપની કોન્ટીનેટલ જીટીને ભારતમાં રજૂ કરવા જઇ રહી છે.

સીએનજીનાં ભાવ ક્યારે ઘટશે..?

gujarat government not ready to reduce vat on cng
અમદાવાદ : ગુજરાતમાં ઓટોરિક્શા ચાલકો સીએનજી કારમાલિકો અને સીએનજીથી ચાલતા ઉદ્યોગોના સંચાલકો કેન્દ્ર સરકાર દ્વારા સસ્તા ભાવે સીએનજી ગેસ ક્યારે અને ક્યા ભાવે અપાશે તેની આતુરકાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકાર ગુજરાતને કયા ભાવે સીએનજી ગેસ આપે છે તેની ગણતરીઓ મુકે છે. ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ વગેરેની દરમ્યાનગીરીને કારણે કેન્દ્ર સરકારને ગુજરાતને મુંબઇ, દિલ્હીની જેમ સસ્તા ભાવે ગેસ આપવાની ફરજ પડી છે પરંતુ હજુ સુધી તેનો ભાવ જાહેર કર્યો નથી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-government-not-ready-to-reduce-vat-on-cng/

તેજપાલે આગોતરા જમીન અરજી પરત લીધી

tarun tejpal withdraws anticipatory bail plea
પણજી :
તરુણ તેજપાલે દિલ્હી હાઇકોર્ટેમાં કરેલી આગોતરા જામીન અરજી પરત લઇ લીધી છે. તેજપાલની આગોતરા જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થવાની હતી. આ પહેલા તરુણ તેજપાલે ગોવા પોલીસ સમક્ષ હાજર થવા માટે વધુ સમયની માંગ કરી હતી. જે અનુસંધાને ગોવા પોલીસે તેજપાલને શનિવારે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. દરમિયાન તરુણ તેજપાલે ગોવા પોલીસને ફેક્સ કરીને જાણકારી આપી છે કે તે આવતીકાલે શુક્રવારે ગોવા પોલીસ સમક્ષ હાજર થશે.

કેબીસી-7ને મળી પ્રથમ મહિલા કરોડપતિ...

firoz fatma is the first female crorepati of kbc 7
મુંબઇ :
પ્રસિદ્ધ રીયાલીટી ટીવી ગેમ શો કોન બનેગા કરોડપતિ (કેબીસી)ને 2013ના સત્રની એટલે કે કેબીસી-7ને પ્રથમ મહિલા કરોડપતિ મળી છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રહેનારી ફિરોઝ ફાતમા મિલ કેબીસી-7ની પ્રથમ કરોડપતિ મહિલા બની ગઇ છે. જે આ રીયાલીટી શોમાં એક કરોડ જીતીને ઘરે ગઇ છે. તેની આ જીત રવિવારે બતાવામાં આવશે. 

પ્રભુદેવાના ડાન્સની પ્રશંસા કરતાં કીંગખાન

shah rukh khan mesmerised by prabhu deva happy new year dance moves
મુંબઇ : ફિલ્મી સૂત્રોને મળતી જાણકારી મુજબ બોલીવુડની આગામી ફિલ્મ હેપી ન્યૂ યરમાં પ્રભુદેવાએ શાનદાર ડાન્સ કર્યો છે. આ જ કારણો સર બોલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરૂખ ખાન તેના ડાન્સની પ્રશંસા કરતાં થાકતા નથી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/shah-rukh-khan-mesmerised-by-prabhu-deva-happy-new-year-dance-moves/

રામલીલા 100 કરોડના કલબમાં શામેલ

ram leela inching towards rupees 100 crore club
મુંબઇ :
સંજય લીલા ભંસાળીની ફિલ્મ રામલીલા 100 કરોડના કલબમાં શામેલ થઇ ગઇ છે. ફિલ્મે 10 દિવસોમાં જ 100 કરોડની કમાણી કરી લીધી છે. રામલીલા 15 નવેમ્બરના રોજ રીલીઝ થઇ હતી. હાલમાં પણ આ ફિલ્મનું બોક્સ ઓફિસ પર કલેકશન સારૂ દેખાઇ રહ્યું છે.

નેહા ધુપિયાને ગમે છે ક્લીન શેવ રાહુલ ગાંધી...

rahul gandhi looks good when he is clean shaven says neha dhupia
મુંબઇ :
બોલીવુડની જાણીતી અભિનેત્રી નેહા ધુપિયાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીને ક્લીન શેવમાં જોવા ઇચ્છે છે. નેહા ધૂપિયા એક શેવિંગ નિર્માણ કંપનીના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન એક સવાલના જવાબ આપતા જણાવ્યું કે રાહુલ ગાંધીને ઘણી વખત આછી દાઢી અથવા તો વધારે દાઢીમાં જ જોયા છે.  પરંતુ હું તેમને ક્લીન શેવમાં જોવાનું વધુ પસંદ કરીશ.

નેપાળ અને યુએઇની ટીમ ટી-20 વર્લ્ડકપમાં....

nepal and uae qualifies for t 20 world cup 2014
દુબઇ :
નેપાળ તેમજ સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ની ટીમે બાંગ્લાદેશમાં યોજાનારા આઇસીસી ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય કરી લીધુ છે. અબુધાબી ખાતે રમાઇ રહેલ ક્વોલિફાય મેચમાં પહેલ ક્વાર્ટર ફાઇનલમાં નેપાળે હોંગકોંગને પાંચ વિકેટે જ્યારે એક અન્ય મેચમાં યુએઇએ હોલેન્ડને હરાવી અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ, નેપાળ અને યુએઇની ટીમો વર્લ્ડકપમાં જોવા મળશે. 

પાકિસ્તાન મીડિયાને તાલિબાનની ધમકી

stop praising sachin tendulkar taliban warns pakistan media
ઇસ્લામાબાદ :
તાલિબાને પાકિસ્તાનના મીડિયાને ધમકી આપતાં જણાવ્યું છે કે ભારતના ક્રિકેટર સચિન તેડુંલકરની પ્રશંસા કરવાનું  બંધ કરવાનું જણાવ્યું છે. જો તેમ કરવામાં નહી આવે તો તેનું પરિણામ ખરાબ આવશે. તાલિબાન તરફથી એક વિડીયો દ્વારા પાકિસ્તાનના તમામ સમાચાર પત્રો તેમજ ચેનલને મોકલવામાં આવી છે. જેમાં એક તાલિબાન કમાન્ડર નજરે પડે છે. જેની પાછળ બે નકાબપોશ બંદુકધારી એકે47 લઇને જોવા મળે છે.

રાહીલ શરીફ પાક.ના નવા સેના પ્રમુખ

pakistan appoints lieutenant general raheel sharif as new army chief
ઇસ્લામાબાદ :
લેફ્ટેનેન્ટ જનરલ રાહીલ શરીફને પાકિસ્તાનના નવા સેના પ્રમુખ નિયુંક્ત કરવામાં આવ્યાં છે. તેઓ પૂર્વ સેનાઅધ્યક્ષ પરવેજ ક્યાનીનું સ્થાન લેશે. પાકિસ્તાનના મીડીયામાંથી આવેલ એક રીપોર્ટ અનુસાર આ જાણકારી પ્રાપ્ત થઇ હતી. સમાચાર એજન્સી સિન્હુઆએ જિયો ન્યૂઝ દ્વારા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મમનૂન હુસેને વડાપ્રધાન નવાઝ શરીફની પસંદગીને મંજૂરી આપી હતી.

નારાયણ સાંઇની અંગત સાધિકાનાં જામીન મંજૂર

court approves ganga s bail plea
સુરત :
નારાયણ સાંઇ બળાત્કાર કેસમાં પકડાયેલી નારાયણની અંગત સેવિકા ગંગા ઉર્ફે ધમિષ્ઠાએ જામીન પર છુટવા માટે કરેલી આગોતરા જામીન અંગે આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરતા સુરત પોલીસની મુશ્કેલીઓ વધી ગઇ છે.

મુખ્યમંત્રીના રાજમાં ખેડૂતો માલામાલ..

farmers in gujarta khoraj village strike gold gloabal gujarat news
અમદાવાદ :
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના ખેડૂતો અંગે એમ કહેવામાં આવ્યું હતું કે તેમના શાસનમાં ખેડૂતો મારૂતિ લઇને ખેતરમાં જાય છે અને ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. તેમના આવા દાવાની વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા આલોચના થઇ હતી પરંતુ સાણંદ નજીકના ખોરજ ગામના ખેડૂતોને એક હેક્ટરના અંદાજે 1 કરોડ રૂપિયા મળી રહ્યા છે ત્યારે મોદીનો એ દાવો સાવ સાચો છે કે ગુજરાતના ખેડૂતો માલામાલ થયા છે.

કોંગ્રેસે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો: મોદી

congress cheated poor youth farmers says modi rajasthan assembly elections 2013
સિકર ( રાજસ્થાન ) :
ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં સિકરમાં ચૂંટણી સભાને સંબોંધતા કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગરીબો માટે કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા એક મજાક હોવાનું જણાવતા મોદીએ કહ્યુ કે ગરીબો, બેરોજગારો, ખેડૂતો અને મહિલાઓની ચિંતા કેન્દ્ર સરકારને નથી.

રાજકોટમાં પાક.ના વિઝા બનાવાનું કૌભાંડ

scam turned out to be a pakistan visa in rajkot global gujarat news
રાજકોટ : દેશની સરહદે આપણા જવાનો દેશના દુશ્મનો સામે રાત દિવસ ઉભા રહીને લડત આપીને દેશના લોકોને બચાવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનથી છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં આવીને વસવાટ કરતા પાકિસ્તાની લોકો જ હવે ભારતમાં પાકિસ્તાની લોકોને ઘુસાડવાનું ષડ્યંત્ર કરતા હોવાનો પર્દાફાશ થતા સનસનાટી મચી જવા પામી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/scam-turned-out-to-be-a-pakistan-visa-in-rajkot-global-gujarat-news/

દર ચોથા ભારતીય પર નબળા અર્થતંત્રનો બોજ

stumbling economy has one in every four indian distressed says poll

વૉશિંગ્ટન :
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આમ આદમીની તકલીફો વધીને બમણી થઇ હોવાનું આજે રજૂ કરાયેલા એક વૈશ્વિક સર્વેક્ષણના તારણો સૂચવે છે. આ તારણો મુજબ, દેશના નબળા અર્થતંત્રનો બોજ દર ચોથો ભારતીય વેઠી રહ્યો છે. ૧.૨ અબજની વસતી ધરાવતા ભારતની આ સ્થિતિની સમગ્ર દક્ષિણ એશિયામાં અને સરવાળે પૂરી દુનિયાને અસર થઇ રહી છે, કેમ કે ભારત તેના પડોશી દેશો સહિત વિશ્વના ઘણા દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે.

શોમાના ઘરે વિજય જોલીનું વિરોધ પ્રદર્શન

tejpal sex assault bjp workers deface shoma chaudhury name plate
નવી દિલ્હી :
તરૂણ તેજપાલ દ્વારા મહિલા પત્રકારના જાતિય સતામણી કેસને હવે રાજકીય રંગ લઈ લીધો છે. શોમાનાં રાજીનામા બાદ દિલ્હી ભાજપના નેતા વિજય જોલીએ તેમના ઘરે પ્રદર્શન કર્યું. જોલીએ શોમા ચૌધરીની નેઇમ પ્લેટ પર કુચડો ફેરવ્યો.

નકલી પાસપોર્ટ કેસમાં સલેમને 7 વર્ષની સજા

seven year jail to abu salem in fake passport case crime news law and justice news

નવી દિલ્હી :
અંડરવર્લ્ડ ડોન અબૂ સલેમને નકલી પાસપોર્ટના કેસમાં 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. હૈદરાબાદની સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટે સલેમને નકલી પાસપોર્ટ કેસમાં દોષિત કરાર આપવામાં આવ્યા હતા. સલેમ પર કરનૂલથી નકલી નામ અને સરનામા પર પાસપોર્ટ લેવાનો આરોપ હતો. આ પહેલા 18 નવેમ્બરે નકલી પાસપોર્ટ કેસમાં અંડર વર્લ્ડ ડોન અબૂ સલેમને કોર્ટે દોષી જણાવ્યો હતો. સીબીઆઈની અદાલતને સલેમને દોષી કરાર આપતા પોતાના નિર્ણયની સજાને આજે 28 નવેમ્બર માટે સુરક્ષિત રાખી લીધી હતી.

કુડનકુલમ પરમાણુ પ્લાન્ટ નજીક વિસ્ફોટ

6 killed in bomb blast in village near kudankulam nuclear plant
તમિલનાડુ :

કુડનકુલમ પરમાણુ મથક નજીક એક ગામમાં મોડી રાત્રી દરમિયન એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 3 બાળકો સહિત 6નાં મોત થયા છે પોલીસનાં જણાવ્યા મુજબ ઈદિનથાકરાઈની એક કોલોનીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં એક મહીલ સહીત પાંચનાં મોત થયા છે.

લોકાયુક્તનો નવો કાયદો ક્યાં...?

where is new lokayukta law in gujarat state
અમદાવાદ : ગુજરાત સરકારે નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટીસ ડી. પી. બૂચના નામની ભલામણ કરી છે અને તેમને લોકાયુક્તના શપથ લેવડાવવા રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ તેમને આમંત્રિત કરે એવી વિનંતી કરી છે. જસ્ટીસ ડી. પી. બૂચના નામને વિરોધપક્ષનો ટેકો હોવાથી તેઓ નવા લોકાયુક્ત તરીકે નિયુક્ત થાય એમ માનવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે વિધાનસભામાં જે લોકાયુક્ત આયોગનો નવો કાયદો પસાર કર્યો હતો તે ક્યાં છે તેની પણ નોંધ લેવાય તે આ તબક્કે જરૂરી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/where-is-new-lokayukta-law-in-gujarat-state/

નારાયણ સાંઇ વિરુધ્ધ વધુ 2 ફરિયાદ નોંધાશે

surat police to file more fir against narayan sai
સુરત :
સુરતના  જહાગીંરપુરા પોલીસ મથકમા પિડીતાએ નોંધાવેલી નારાયણ સાંઇ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ બાદ નારાયણ સાંઇ સતત  પોણા બે મહિનાથી પોલીસને હાથતાળી આપીને ભાગી રહ્યો છે. ત્યારે પોલીસના હાથે ભલે નારાયણ સાંઇ ન  લાગ્યો હોય પરંતુ તેના મનીલોડિંરીગના,  હવાલાના હિસાબો તથા તેમની ગંદી હરકતોમા સામેલ એવા ખાસ માનવામા આવતા સાધક તથા સાધિકાઓને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા સાધકોની હાથ ધરાયેલી પુછપરછ દરમિયાન ઘણી મહત્વની વાતો સામે આવતા પોલીસ પણ દંગ રહી ગઇ હતી.

સુરતમાં આઇટી વિભાગનાં વ્યાપક દરોડા

income tax raid in surat 28 11
સુરત :
સુરત આવકવેરા વિભાગ દ્રારા મંગળવારના રોજ બિલ્ડર તથા કાપડ વેપારીને ત્યા પાડવામા આવેલી રેડ દરમિયાન સવા કરોડ રુપિયાનું કાળુ નાણુ મળી આવ્યુ હતુ. તેમજ આજરોજ વહેલી સવારે આઇટી વિભાગે  પાડેલા વ્યાપક દરોડામા બિલ્ડર, યાર્નના વેપારી, વકીલ અને સી.એ ને સાણસામા લેતા ફફડાટ વ્યાપી ગયો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન 125 જેટલા અધિકારીઓએ 25 જેટલી જગ્યાઓ પર છાપો માર્યો હતો.