
નવી દિલ્હી :
કાયદાની ઈન્ટર્નના કથિત રીતે જાતિય સતામણીના આરોપમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એ કે ગાંગુલીને પશ્ચિમ બંગાળ માનવાધિકાર પંચના અધ્યક્ષ પદ પરથી હટાવવાનો કોઈ પણ પ્રયત્ન કરવાથી કેન્દ્ર સરકારના રોકવાથી લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજી પર આજે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમની અધ્યક્ષતાવાળી ખંડપીઠના સમક્ષ આ અરજીના બે દિવસ પહેલા ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારબાદ ન્યાયાલયે આ અરજી પર 6 જાન્યુઆરીએ સુનાવણીની તારીખ નક્કી કરી. આ અરજી દિલ્હીમા રહેતા પદ્મ નારાયણ સિંહે દાખલ કરી છે, જેઓ ડોક્ટર છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/justice-ganguly-case-in-supreme-court-hearing-today/
No comments:
Post a Comment