અમદાવાદ : ભાજપના
વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લોકસભાની આગામી ચૂંટણીઓમાં જીતાડી
દિલ્હી મોકલવા માટે ભાજપની સાથે સાથે ગુજરાતના મંત્રીઓ પણ કમર કસી રહ્યાં
છે. જો કે, તેમાંથી કેટલાક વધારે પ્રમાણમાં જોર લગાવી રહ્યાં હોય તે
સ્વભાવિક છે કેમ કે મોદી જો દિલ્હી જાય તો ગુજરાતમાં તેમના સ્થાને કોણ
બેસશે તે પણ ધીમે ધીમે રાજકારણમાં ચર્ચાવા લાગ્યું છે.
આમ તો મોદીના સ્થાને કોઇ પટેલ મુખ્યમંત્રી બને એવી ગણતરીઓ છે ત્યારે આ પદ માટે ત્રણ પટેલ મંત્રીઓ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે જેમાં નીતિન પટેલ, સૌરભ પટેલ અને આનંદીબેન પટેલનો સમાવેશ થાય છે. અલબત્ત, મોદીનું સ્થાન કોણ લેશે એ તો ખુદ નરેન્દ્ર મોદી જ નક્કી કરશે. તેમણે હજુ મુખ્યમંત્રીપદ છોડ્યું નથી. મનસેના રાજ ઠાકરે દ્વારા મોદીને પીએમ બનવું હોય તો સીએમ પદ છોડવા વણમાંગી સલાહ આપવામાં આવી છે અને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/who-will-be-the-next-cm-of-gujarat/

No comments:
Post a Comment