મનમોહન સિંહે સમયસર
વિદાય લઈ લીધી એમ કહેવું યોગ્ય ગણાશે. ભારત જેવા વિશાળ દેશના વડાપ્રધાન
તરીકે 10 વર્ષ કામ કરવું એ મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિના કેટલા દેશની કેટલી
રિદ્ધિ થઈ તે ઈતિહાસ કહેશે. વડા પ્રધાને પણ એ જ વાત વારેવારે કહી. તેમણે
કહ્યું કે સમય અને સંજોગો અનુસાર તેમણે બેસ્ટ કરવાની કોશિશ કરી છે, પરંતુ
તેના લેખાંજોખાં આવનારા સમયમાં ઈતિહાસકારો કહેશે. મનમોહન ધ પ્રાઈમ મિનિસ્ટર
અને મનમોહન, ધ ઈકોનોમિસ્ટ એવી તેમને મુખ્ય ઓળખના લેખાંજોખાં લેવાશે.
No comments:
Post a Comment