
નવી દિલ્હી :
આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના કાયદા મંત્રી સોમનાથ ભારતીએ ભારતીય જનતા પાર્ટી સામે કરેલી તિખી ટિપ્પણીને પગલે ભાજપ ગુસ્સે ભરાયું છે.
રવિવારે મંત્રી સોમનાથ ભારતીએ પોતાના વિસ્તારમાં યોજાયેલ જનતા દરબારમા અરૂણ જેટલી, સુપ્રિમ કોર્ટના વકીલ હરિશ સાલ્વે અને આરતી મહેરા પર ટિપ્પણી કરી હતી. જેમાં કહ્યું હતું કે આ લોકો દેશની હિતની વાત કરતા નથી. આ જનતાના નેતા નથી .તેમને જનતાના દર્દની કોઈ ચિંતા નથી. તે સાથે તેમણે કોંગ્રેસ પર તિખી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યુ હતું કોંગ્રેસી નેતાઓને દલાલી ખાવાની આદત પડી ગઈ છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તેમને ભાજપના નેતાઓ પર થૂંકવાનું મન થાય છે. જે બાબતે ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/political-statment-created-controversy/
No comments:
Post a Comment