નવી દિલ્હી :
કેન્દ્ર
સરકારના 50 લાખ કર્મચારીઓ તથા 30 લાખ પેન્શરન ધારકોને લોકસભાની ચૂંટણી
પહેલાં ખુશખબર મળી શકે તેમ છે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
કરીને તેને મૂળ પગારમાં સમાવેશ કરવાનો નિર્ણય કરી શકે છે.
સરકારે
તેમના મોંઘવારી ભથ્થું એટલેકે ડીએ વધારીને તેને મૂળ વેતનમાં વધારવા જઈ રહી
છે. સાતમાં પગાર પંચના સંદર્ભમાં આ પગલું ભરવામાં આવી શકે છે અને કેબિનેટ
ટૂંક સમયમાં જ આ અંગેનો ફેંસલો જાહેર કરી શકે છે. જેનાથી 50 લાખ કર્મચારીઓ
અને 30 લાખ પેન્શન ધારકોને પગાર પંચ દ્વારા અંતિમ રાહત આપવાનો રસ્તો આપમેળે
ખૂલી જશે. આચારસંહિતાથી બચી શકાય તે હેતુથી લોકસભા ચૂંટણી પહેલાં આની
જાહેરાત કરવામાં આવી શકે છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/govt-likely-to-increase-and-merge-dearness-allowance-with-basic-pay/
No comments:
Post a Comment