
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક દૈનિક સમાચારપત્ર સાથે વાતચીત કરતા કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે તેમણે કહ્યું કે દેશમાં આજે પણ ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર છે. અને આ વાતથી કોઈ ઈન્કાર ના કરી શકે. વળી, કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના નેતાઓના વખાણ પણ કર્યા. કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપમાં પણ સારા લોકો છે. માત્ર મારી એટલી વિનંતી છે કે પ્રામાણિક લોકો પોતાની પાર્ટીઓ છોડીને આપ પાર્ટીમાં સામેલ થઈ જાય.
Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-wave-in-the-country-says-arvind-kejriwal/
No comments:
Post a Comment