Monday, 10 February 2014

Delhi cm arvind kejriwal meets lg over jan lokpal bill

delhi cm arvind kejriwal meets lg over jan lokpal bill

નવી દિલ્હી :
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી અને દિલ્હી જનલોકપાલ બિલ સંદર્ભે ચર્ચા કરી હતી. જોકે ચર્ચા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જણાવ્યું કે ઉપરાજ્યપાલ જનલોકપાલ બિલ સંદર્ભે દુવિધામાં જણાઈ રહ્યાં છે. કેજરીવાલે કહ્યું કે ઉપરાજ્યપાલે આ સંદર્ભે કાયદા મંત્રાલયની સલાહ માગી છે. અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છેકે કેજરીવાલે રવિવારની રાતે ચેતવણી આપતા કહ્યું હતું કે જો ભાજપ અને કોંગ્રેસ દ્રારા જનલોકપાલ બિલને પસાર કરાવા માટે અડચણ ઉભી કરવામાં આવશે તો તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ સાથે આજે મુલાકાત કરીને તેમણે જનલોકપાલ બિલ સંદર્ભે વિસ્તારથી છણાવટ કરી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/delhi-cm-arvind-kejriwal-meets-lg-over-jan-lokpal-bill/

No comments:

Post a Comment