Thursday, 27 February 2014

Narendra modi address the all india traders convention at delhi

narendra modi address the all india traders convention at delhi

નવી દિલ્હી : ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં વેપારીઓનાં સંમેલનમાં પહોચ્યા. સિરી ફોર્ટમાં યોજાયેલા સંમેલનમાં મોદીએ દેશમાં નવા કાયદા બનાવવા અને જૂના કાયદા હટાવવાનું જણાવ્યુ. મોદીએ વેપારને બીજા દેશો સાથે સંબધ બનાવવાનું માધ્યમ ગણાવ્યુ.

Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-address-the-all-india-traders-convention-at-delhi/

Wednesday, 26 February 2014

Anti corruption ordinance may bring government soon

anti corruption ordinance may bring government soon

નવી દિલ્હી :
વિપક્ષ સતત રાહુલ ગાંધી ઉપર ભ્રષ્‍ટાચારના મામલામાં ચૂપ રહેવાનો આરોપ મુકતુ રહ્યુ છે. તેવી પરિસ્થિતિમાં ૧પમી લોકસભાના અંતિમ સત્રમાં પાંચ ખરડાઓ રજુ કરવાના હતા પરંતુ તેલંગાણા સહિતના મુદ્દે હંગામો થવાને કારણે આ ખરડાઓ રજુ થઇ શકયા ન હતા. જોકે હવે કેન્‍દ્રની યુપીએ સરકાર કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીને ખુશ કરવા માટે ભ્રષ્‍ટાચાર વિરોધી છ ખરડાઓ પર વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/anti-corruption-ordinance-may-bring-government-soon/

Tuesday, 25 February 2014

ભાજપ-લોજપા ગઠબંધન : મોદીને મળી શકે પાસવાન

ljp is ready for alliance with bjp

નવી દિલ્હી :
બિહારમાં ભાજપ અને રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી ( લોજપા) વચ્ચે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે હવે મનાઈ રહ્યું છેકે બુધવારે દિલ્હી ખાતે નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે ત્યારે લોજ જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનની મુલાકાત મોદી સાથે થશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/ljp-is-ready-for-alliance-with-bjp/

Monday, 24 February 2014

કેજરીવાલ ઉવાચ : દેશમાં છે મોદીની લહેર

narendra modi wave in the country says arvind kejriwal

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક દૈનિક સમાચારપત્ર સાથે વાતચીત કરતા કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે તેમણે કહ્યું કે દેશમાં આજે પણ ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર છે. અને આ વાતથી કોઈ ઈન્કાર ના કરી શકે. વળી, કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બન્નેના નેતાઓના વખાણ પણ કર્યા. કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપમાં પણ સારા લોકો છે. માત્ર મારી એટલી વિનંતી છે કે પ્રામાણિક લોકો પોતાની પાર્ટીઓ છોડીને આપ પાર્ટીમાં સામેલ થઈ જાય.

Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-wave-in-the-country-says-arvind-kejriwal/

મારો સીટી, વ્હિસલ બ્લોઅર બિલ પણ રાજ્યસભાએ પસાર કરી દીધું છે

ggn diary 22 02 14

અમદાવાદ : રાજ્યસભાનો છેલ્લો દિવસ હતો શુક્રવાર. સંસદનો પણ એ છેલ્લો દિવસ હતો. હવે 2014ની ચૂંટણીમાં નવી સરકાર આવશે ત્યારે નવી સંસદ જોવા મળશે. છેલ્લે છેલ્લે સંસદમાં ભારે ધમાસાણ મચ્યું. આગામી ચૂંટણીમાં મચનારી ધમાસાણનો તેમાં અણસાર મળતો હતો. તેમાં મુખ્યત્વે મુદ્દો તેલંગાણાનો હતો. સૌથી વધારે ઉગ્ર વિરોધ આંધ્રના સાંસદોએ કર્યો, તે સૌએ જોયું અને જાણ્યું છે. તે બધાની વચ્ચે વ્હિસલ બ્લોઅર બિલ પણ પાસ થઈ ગયું.

Read Full News: http://www.globalgujaratnews.com/article/ggn-diary-22-02-14-/

Wind power engery in gujarat

wind power engery in gujarat  
 
અમદાવાદ : માર્ચ ૨૦૧૩માં પૂર્ણ થયેલી પવન ઉર્જાની નીતિના સ્થાને ગુજરાત સરકારે ગત ઓગસ્ટ મહિનામાં નવી અમલમાં મુકેલી નીતિમાં પવન ઉર્જા દ્વારા ઉત્પાદિત વીજળીનો પ્રતિ યુનીટનો ભાવ અગાઉ જે રૂ. ૩.૫૬ હતો તેમાં વધારો કરીને તે ભાવ પ્રતિ યુનિટ દીઠ રૂ. ૪.૧૫ ઠરાવવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાત સરકારની વીજ કંપની જીયુવીએનએલ કે અન્ય વીજળી વિતરણ પરવાનેદારને વેચાણ કરી શકાશે. પરંતુ મોટી અફસોસની વાત એ છે કે આ નીતિને કોઈ જોઈએ તેવો આવકાર મળ્યો નથી તેમજ નવા કોઈ વીજ ઉત્પાદકો આ માટે એમઓયુ કરવા માટે આગળ આવ્યા નથી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/wind-power-engery-in-gujarat/

Friday, 21 February 2014

Delhi high court bans 50 per cent of the electricity bill waiver decision

delhi high court bans 50 per cent of the electricity bill waiver decision

નવી દિલ્હી :
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારના એક નિર્ણય પર હાલ પુરતો પ્રતિબંધ મૂકી દીધો છે. આમ આદમી પાર્ટીની સરકારે વીજળી સત્યાગ્રહ દરમિયાન વીજ બિલ ન ભરનારાનું બિ 50 ટકા માફ કરી દીધું હતું. આ ફેંસલો કેજરીવાલ સરકાર માટે મોટો ઝટકો છે. ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે આ અંગે 10 દિવસમાં જવાબ પણ માંગ્યો છે.


Ap spokesperson ezaz khan slapped by teena sharma in tv show

ap spokesperson ezaz khan slapped by teena sharma in tv show 
 
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ભારતીય રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. નવી-જૂની દરેક પાર્ટી રાષ્ટ્રીય સ્તરે પોતાને ખરા અને બીજાને ખોટા સાબિત કરવાની એક પણ તક ચૂકવા માંગતી નથી. તે સાથે રાજનેતા પણ પોતાને ચમકાવા માટે બીજાને અપમાનિત કરવાની એકપણ તક ચૂકવા માંગતા નથી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/ap-spokesperson-ezaz-khan-slapped-by-teena-sharma-in-tv-show/

Thursday, 20 February 2014

Govt likely to increase and merge dearness allowance with basic pay

govt likely to increase and merge dearness allowance with basic pay

નવી દિલ્હી :
કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ તથા 30 લાખ પેન્શરન ધારકોને લોકસભાની ચૂંટણી પહેલાં ખુશખબર મળી શકે તેમ છે. સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને તેને મૂળ પગારમાં સમાવેશ કરવાનો નિર્ણય કરી શકે છે.
 
સરકારે તેમના મોંઘવારી ભથ્થું એટલેકે ડીએ વધારીને તેને મૂળ વેતનમાં વધારવા જઈ રહી છે. સાતમાં પગાર પંચના સંદર્ભમાં આ પગલું ભરવામાં આવી શકે છે અને કેબિનેટ ટૂંક સમયમાં જ આ અંગેનો ફેંસલો જાહેર કરી શકે છે. જેનાથી 50 લાખ કર્મચારીઓ અને 30 લાખ પેન્શન ધારકોને પગાર પંચ દ્વારા અંતિમ રાહત આપવાનો રસ્તો આપમેળે ખૂલી જશે. આચારસંહિતાથી બચી શકાય તે હેતુથી લોકસભા ચૂંટણી પહેલાં આની જાહેરાત કરવામાં આવી શકે છે.

 

Wednesday, 19 February 2014

Facebook to buy mobile messaging app whatsapp for 16 billion

facebook to buy mobile messaging app whatsapp for 16 billion 
 
ન્યૂયોર્ક : યુવાપેઢીથી લઈને જૂનીપેઢી સુધી પહોંચેલી એપ્લિકેશન વોટ્સ એપ હવે ભારે લોકપ્રિય બનતું જાય છે. યુવાનોમાં ખૂબ જ ઝડપથી પોતાની લોકપ્રિયતા ફેલાવનાર આ મોબાઈલ મેસેજિંગ સ્ટાર્ટ એપ્લિકેશન વોટ્સ એપને પ્રખ્યાત સોશ્યલ નેટવર્કીંગ સાઈટ ફેસબુકે ખરીદી લેવાનુ નક્કી કર્યું છે. એક માહિતી મુજબ ફેસબુકે રૂ. 1182 અબજ ચૂકવીને વોટ્સ એપ ખરીદવાની ડીલ ફાઈનલ કરી છે. દુનિયામાં પોતાના સોશિયલ નેટવર્કિંગને વધારવા માટે ફેસબુક આ ડીલ કરવા જઈ રહ્યું છે. દુનિયામાં વોટ્સ એપની લોકપ્રિયતા 4500 કરોડ લોકોમાં છે જેને જોઈને જ ફેસબુકે તેને ખરીદી લેવાનુ નક્કી કર્યું છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/facebook-to-buy-mobile-messaging-app-whatsapp-for-16-billion/

Gujarat congress mla jashubhai barad resign

gujarat congress mla jashubhai barad resign  
અમદાવાદ : 
  લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા નેતાઓની લાંબી થઈ રહી છે. સોમનાથ કોંગ્રેસના જશુભાઈ બારડે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો આપ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ. તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છેકે કોંગ્રેસ છોડીને વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, બાવકુ ઉંધાડે  ભાજપમાં જોડાઈને અગાઉથી જ  કોંગ્રેસની ચિંતા વધારો કરી દીધો છે. તેવામાં સોમનાથ કોંગ્રેસ જશુભાઈ બારડનું ધારાસભ્ય પદેથી રાજીનામું કોંગ્રેસને વિચારતી કરી દીધી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-congress-mla-jashubhai-barad-resign/

Tuesday, 18 February 2014

Narendra modi to kick start bjp s campaign in karnataka today

narendra modi to kick start bjp s campaign in karnataka today 
 
બેંગ્લોર : ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પદના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની આજે કર્ણાટકમાં બે રેલીઓનું સંબોઘન કરશે. પહેલી રેલી દવાણગેરે જિલ્લાના ભરતા ગેલિસીમાં થશે. આ રેલીમાં મોદીની સાથે યેદિયુરપ્પા પણ મંચ પર દેખાશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-to-kick-start-bjp-s-campaign-in-karnataka-today/

Friday, 14 February 2014

Film review gunday

film review gunday

અમદાવાદ : 

ફિલ્મ – ગુંડે
કલાકાર – રણવીર સિંહ, અર્જુન કપૂર, પ્રિયંકા ચોપ્રા, ઇરફાન ખાન
ડાયરેક્ટર – અબ્બાસ અલી ઝફર
નિર્માતા – આદિત્ય ચોપ્રા
સંગીત – સોહૈલ સેન
રેટિંગ – 3/5

આજે વેલેન્ટાઇન ડેનાં દિવસે પ્યાર અને એકશનનાં કોકટેલ સમાન ફિલ્મ ગુંડે રિલીઝ થઇ છે. ફિલ્મનાં ટ્રેલર પરથી એમ લાગતુ હતુ ફિલ્મ એકશન થ્રિલર છે. પણ ફિલ્મ એક લવસ્ટોરી છે. લવ- ટ્રાયંગલ છે. ફિલ્મમાં 2 ગુંડા દોસ્ત (અર્જુન કપૂર અને રણવીર સિંહ )ની વાર્તા છે. જે એક યુવતી ( પ્રિયંકા ચોપ્રા )ને પ્રેમ કરે છે.

ફિલ્મનાં પ્રોમોમાં જ રણવીર સિંહ અને અર્જુન કપૂરને દિલવાળી ટી-શર્ટ પહેરાવાને નિર્દેશકે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ફિલ્મ માત્ર એકશન ફિલ્મ નથી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/film-review-gunday/

Thursday, 13 February 2014

સ્પેક્ટ્રમ હરાજી : 10 દિવસમાં 61 હજાર કરોડની બોલી


call rates may go up as government raise 61162 cr from spectrum auction



નવી દિલ્હી :
દેશમાં 2જી સ્પેક્ટ્રમની દસ દિવસ સુધી હરાજી ચાલી હતી. જેમાં વોડાફોન અને એરટેલે મુંબઈ જેવા મહાનગરો સહિત અન્ય શહેરોમાં મહત્વપૂર્ણ સ્પેક્ટ્રમ મેળવવામાં સફળતા મેળવી છે. સરકારને 2જી સ્પેક્ટ્રમ હરાજીથી 61,162 કરોડનો ફાયદો થયો છે.

દિલ્હી,મુંબઈ અન કોલક્તા શહેરમાં વોડાફોન કંપનીનું લાઈસન્સ વર્ષના નવેમ્બર મહિનામાં સમાપ્ત થઈ રહ્યું છે. સેવાઓ ચાલુ રાખવા માટે સ્પેક્ટ્રમની જરૂરિયાત ઉભી થઈ હતી. જે કારણોસર વોડાફોને ત્રણ મહાનગરો માટે 900 MH બેન્ડ તથા 11 સર્કલમાં 2જી સ્પેક્ટ્રમ 1800 MH માટે 19,600 કરોડની બોલી લગાવી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/call-rates-may-go-up-as-government-raise-61162-cr-from-spectrum-auction/

Telangana bill tabled in is congress mp spreads pepper spray

telangana bill tabled in is congress mp spreads pepper spray 
 
નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રના બીજા તબક્કામાં તેલંગાણા બિલે ભારે હોબાળો મચાવ્યો છે. 5મી ફેબ્રુઆરીથી શરૂ થયેલ સંસદ સત્રમાં તેલંગાણા બિલને કારણે અનેક સંસદીય કામકાજ ખોરંભે ચઢી ગયા છે.લોકસભા અને રાજ્યસભામાં તેલંગાણા બિલ સંદર્ભે હોબાળો મચી જતાં  પ્રથમ વખતે 12 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. તેલંગાણા બિલ મુદ્દે સાંસદોનો વિરોધ ચરમસીમાએ પહોંચી જતાં લોકસભા  અને રાજ્યસભાને બીજી વખત બે વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/telangana-bill-tabled-in-is-congress-mp-spreads-pepper-spray/

Idea of premiums train work in practice than it would benefit to passengers

idea of premiums train work in practice than it would benefit to passengers

અમદાવાદ : કેટલીક વાર ગરીબ લોકો તરફ સહાનુભૂતિ દર્શાવીને તેમના નામે જે મુદ્દા ઉછાળવામાં આવે છે તેનાથી વધુ નુકસાન ગરીબોને થાય છે. ગરીબો તરફ સહાનુભૂતિની નહીં, તેમને ગરીબીમાંથી બહાર લાવવા માટેના પ્રયાસોની જરૂર છે. તે માટે શું કરી શકાય તે જુદો મુદ્દો છે અને ભાજપ ડેવલપમેન્ટન ડબલાં ખખડાવે છે તેમ બદ્ધેબદ્ધાંને અમીર કરી દેવાની પણ જરૂર નથી. રોટી, કપડાં, મકાન એ ત્રણ શબ્દો ઇશ્વરના ત્રણ ડગલાં જેટલા વિશાળ છે, પણ તેમાં થોડા સુધારા એમ કહી શકાય કે મોબાઈલ અને મુસાફરી એ પણ આ જમાનાની બેઝીક જરૂરિયાત બની છે. ગરીબો બંગલા ગાડી માગતા પણ નથી. તેઓ બેઝિક સુવિધાઓ માટે છે અને ગૌરવ સાથે મળે તેમ ઈચ્છે છે.

Read Full News: http://www.globalgujaratnews.in/article/at-least-eight-die-in-pune-ahmedabad-bus-fire/

Wednesday, 12 February 2014

Nency powell met to narendra modi today

nency powell met to narendra modi today

ગાંધીનગર :
13મી ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર  મોદી સાથે ભારતના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલ મુલાકાત કરી હતી. આજે સવારે દસ વાગ્યે  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આવાસે આ મુલાકાત થવા પામી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/nency-powell-met-to-narendra-modi-today/

Tuesday, 11 February 2014

Rail intrim budget today

rail intrim budget today

નવી દિલ્હી :
12મી ફેબ્રુઆરી, બુધવારના રોજ યુપીએ સરકાર લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું  રેલ્વે બજેટ  રજૂ કરશે. રેલ્વે મંત્રી મલ્લીકાર્જુન ખડગે દ્રારા રજૂ થનારા આ રેલ્વે બજેટમાં મુસાફરીના ભાડામાં કોઈ ઘટાડો થાય તેની શક્યતા ઓછી છે પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને લોકલુભાવન જાહેરાતો થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/rail-intrim-budget-today/

Monday, 10 February 2014

Delhi cm arvind kejriwal meets lg over jan lokpal bill

delhi cm arvind kejriwal meets lg over jan lokpal bill

નવી દિલ્હી :
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી અને દિલ્હી જનલોકપાલ બિલ સંદર્ભે ચર્ચા કરી હતી. જોકે ચર્ચા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જણાવ્યું કે ઉપરાજ્યપાલ જનલોકપાલ બિલ સંદર્ભે દુવિધામાં જણાઈ રહ્યાં છે. કેજરીવાલે કહ્યું કે ઉપરાજ્યપાલે આ સંદર્ભે કાયદા મંત્રાલયની સલાહ માગી છે. અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છેકે કેજરીવાલે રવિવારની રાતે ચેતવણી આપતા કહ્યું હતું કે જો ભાજપ અને કોંગ્રેસ દ્રારા જનલોકપાલ બિલને પસાર કરાવા માટે અડચણ ઉભી કરવામાં આવશે તો તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ સાથે આજે મુલાકાત કરીને તેમણે જનલોકપાલ બિલ સંદર્ભે વિસ્તારથી છણાવટ કરી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/delhi-cm-arvind-kejriwal-meets-lg-over-jan-lokpal-bill/

Justice mudgal submits report on spot fixing scandal in supreme court

justice mudgal submits report on spot fixing scandal in supreme court

નવી દિલ્હી :
આઈપીએલ સ્પોટ ફિક્સિંગ 2013 અંગે તપાસ કરી રહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મુકુલ મુદગલે આજે અહેવાલ સોંપ્યો હતો. જસ્ટિલ મુદગલ કમિટિના રિપોર્ટ પ્રમાણે ચેન્નાઈ સુપરકિંગ્સના માલિક એન.શ્રીનિવાસનના જમાઈ મયપ્પન પર કેસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે.

Sunday, 9 February 2014

દલિતો વચ્ચે ઝેરની ખેતી કરે છે કોંગ્રેસ: મોદી

since my school days i have been fighting against evils in society narendra modi

કોચ્ચી : ભાજપના વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે  કોંગ્રેસ અને સીપીએમનાં ગઢ કેરળના કોચ્ચીમાં જાહેરસભા સંબોધતા આકરા પ્રહાર કર્યા. કેરલનાં દલિત સંગઠન કેરલ પુલયાર મહાસભાનાં આ સંમેલનમાં મોદીએ દલિત સમાજનાં હિતની વાત કરી. તેમણે રંગનાથ મિશ્ર કમિશનનો ઉલ્લેખ કરતા કેન્દ્ર સરકાર પર દલિતોને અંદરોદર લડવવાનો પણ આરોપ લગાવ્યો.

Read Full News: http://www.globalgujaratnews.com/article/since-my-school-days-i-have-been-fighting-against-evils-in-society-narendra-modi/

Friday, 7 February 2014

Arvind kejriwal gets sc notice in defamation case

arvind kejriwal gets sc notice in defamation case

નવી દિલ્હી :
સુપ્રિમ કોર્ટે માનહાનિના એક મામલામાં  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ત્રણ પાર્ટીના ત્રણ નેતાઓને નોટીસ પાઠવી છે.કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલના પુત્ર દ્રારા માનહાનિની ફરિયાદ  કેજરીવાલ સહિત પ્રશાંત ભૂષણ, સાઝિયા ઈલ્મ અને મનીષ સિસોદીયા સામે કરવામાં આવી હતી.

Read Full News: http://www.globalgujaratnews.com/article/arvind-kejriwal-gets-sc-notice-in-defamation-case/

Thursday, 6 February 2014

દિલ્હી જનલોકપાલ બિલ : કેજરીવાલ સરકારનું આત્મઘાતી પગલું ?

egal hurdle for aap solicitor general says jan lokpal bill without home ministry nod illegal

નવી દિલ્હી : 

દિલ્હી જનલોકપાલ બિલ 2014  3જી જાન્યુઆરી, સોમવારના રોજ દિલ્હી કેબિનેટમાંથી પાસ થઈ ગયું છે. 31મી જાન્યુઆરી, શુક્રવારના રોજ કેબિનેટની બેઠક બાદ શિક્ષા મંત્રી મનીષ સિસોદીયાએ મીડીયાને જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર 13થી 16મી ફેબ્રુઆરીમાં થશે. જેમાં 13,14, અને 15 ફેબ્રુઆરીએ વિધાનસભા ભવનમાં બેઠક થશે. જ્યારે 16મી ફેબ્રુઆરીએ ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સત્રની બેઠક કરવામાં આવશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/egal-hurdle-for-aap-solicitor-general-says-jan-lokpal-bill-without-home-ministry-nod-illegal/

Wednesday, 5 February 2014

તેલગાંણા અને નીડો મુદ્દે સંસદમાં હોબાળો: ગૃહ ગુરુવાર સુધી સ્થગિત

bjp raises nido taniam issue in parliament lok sabha adjourned for the day

નવી દિલ્હી :
સંસદના શિયાળુ સત્રના બીજા તબક્કાના પહેલા જ દિવસે લોકસભા આવતીકાલ ગુરુવાર સુધી મુલતવી રાખવી પડી છે. વિપક્ષે 1984ના શીખ રમખામો, તેલંગાણા અને અરુણાચલ પ્રદેશના એક વિદ્યાર્થીના મોત અંગે હોબાળો કર્યો હતો જેના પરિણામે સંસદ આવતીકાલ સુધી સ્થગિત કરવી પડી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-raises-nido-taniam-issue-in-parliament-lok-sabha-adjourned-for-the-day/

Tuesday, 4 February 2014

ચાય પર ચર્ચા : 12મી ફેબ્રુઆરીએ મોદીના હસ્તે શુભારંભ

bjp to launch chai pe charcha campaign from feb 12

નવી દિલ્હી :
ભારતીય જનતા પાર્ટી 12મી ફેબ્રુઆરીથી ચ્હાની ચૌપાલ ( ચાય પર ચર્ચા )  કેમ્પેઈન દેશભરમાં એક હજાર જગ્યાએ કરશે. ભાજપના અગ્રણી નેતા સુષ્મા સ્વરાજે આ સંદર્ભે મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

સુષ્મા સ્વરાજે કહ્યું કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 12મી ફેબ્રુઆરીએ આ કેમ્પેઈન દેશભરમાં લોન્ચ કરશે.પાર્ટી આ કેમ્પેઈન અંતર્ગત બે કરોડ લોકો સાથે વાર્તાલાપ થશે તેવી ઈચ્છા ધરાવે છે. ટી સ્ટોલથી ઇન્ટરેક્ટિવ બેઠક થશે.

આ કેમ્પેઈન કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલા પ્રહારનો વળતો જવાબ છે. લોકો તેમના પ્રતિભાવ ફોન કોલ્સ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી કેમ્પેઈન દરમ્યાન કે પછી બાદમાં  નોંધાવી શકે છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-to-launch-chai-pe-charcha-campaign-from-feb-12/

મોદીની કોલક્તા રેલી : એક ટિકીટના 100 રૂપિયા !!

bjp rally in kolkata city 
 
કોલક્તા : ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરીએ કોલક્તા ખાતે રેલી થવાની છે. જેમાં સામેલ થવા માટે પાર્ટીએ ટિકીટ રાખી છે. આ ટિકિટની કિંમતને લઈને ચર્ચાઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ અન અંગ્રેજી અખબાર દ્રારા કરવામાં આવેલા ખુલાસા મુજબ, આ ટિકીટની કિંમત રૂપિયા 100 રાખવામાં આવી છે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/bjp-rally-in-kolkata-city/

ફેસબુકના 10 વર્ષઃ ભારતમાં 10 કરોડ વપરાશકારોનું સિમાચહ્ન નજીક

india the next big thing for facebook india chief kirthiga reddy says india is model for ems 
 
નવી દિલ્હી :
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક આ સપ્તાહે પોતાની સ્થાપનાના 10 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે તેની આ ખુશીમાં ભારતીયોનો ફાળો પણ મોટો છે તેમ કહેવામાં ખોટું નથી. હાલ વિશ્વમાં ફેસબુકના 1.2 અબજ કરતાં વધારે લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. અમેરિકા બાદ ભારતમાં તેના સૌથી વધુ વપરાશકારો છે.

વાહ જનાબ, અસલી પોલિટિક્સ તો 'આપ' કર રહે હો

real politics is done by aap

ગાંધીનગર :
ગયા અઠવાડિયાના સોમવારે વિનોદકુમાર બિન્નીએ ઉપવાસ કર્યા અને ત્રણ કલાકમાં ઊભા થઈ ગયા. આ અઠવાડિયાના સોમવારે વિનોદકુમાર બિન્નીએ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પાડવાની તૈયારીઓ કરી લીધી હતી. મારી સાથે પાંચ ધારાસભ્યો છે એવું તેમણે કહ્યું. જેડીયુના ધારાસભ્યનો સાથ પણ લઈ આવ્યાનો દાવો કરેલો. એવું લાગેલું કે બીજા પાંચ ધારાસભ્યો ભેગા થઈ જશે તો આમ આદમી પાર્ટીનું રામ નામ સત્ય થઈ જશે. તેના બદલે વિનોદકુમાર બિન્ની પોતે જ બદનામ થઈ ગયા. બિન્નીના બંને બગડ્યા છે. બીજી વાર બગાવત કરવાની કોશિશ કરીને બિન્નીએ ભારે વિનોદ પેદા કર્યો. તેઓ કાર્ટૂન કેરેક્ટર જેવા સાબિત થયા, કેમ કે હવે વિનોદ બિન્ની જે કંઈ પણ બોલશે તેને વિનોદની નજરે જોવામાં આવશે.

Read Full News: http://www.globalgujaratnews.com/article/real-politics-is-done-by-aap/

Monday, 3 February 2014

Cng rates will be reduced by rs 15 per kg

cng rates will be reduced by rs 15 per kg

નવી દિલ્હી :
ચૂંટણી માથા પર જ છે ત્યારે દેશમાં સત્તા પક્ષ કોંગ્રેસે સીએનજી અને પીએનજીના ભાવમાં રૂપિયા 15નો ઘટાડો કરવાની જાહેરાત કરીને આમ આદમીનો સાથ જાળવી રાખીને મોંઘવારીના મારમાંથી થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે, સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોએ રૂ. 15 તથા પાઈપ દ્વારા અપાતા ગેસમાં પ્રતિ ઘન મીટરે રૂ. 5નો ઘટાડો કરાશે.
 

Sunday, 2 February 2014

આમ આદમી પાર્ટીમાં બળવાખોરી કેટલી બળતરા કરાવશે?

how much irritates aap by rebellion

ગાંધીનગર :
ગયા સોમવારે વિનોદ કુમાર બિન્ની ઉપવાસ પર ઉતર્યા હતા. લોકોને ચિંતા થઈ કે આમ આદમી પાર્ટી સામે તેનું જ શસ્ત્ર વાપરવામાં આવી રહ્યું છે. અણ્ણાના ઉપવાસના કારણે આમ આદમી પાર્ટી બેઠી થઈ છે. તેમના જ પક્ષના એક નારાજ ધારાસભ્ય ઉપવાસ પર બેસી જશે તો જોયા જેવી થશે એમ સૌને લાગ્યું હતું. થયું એવું કે ત્રણ જ કલાકમાં બિન્ની પાણીમાં બેસી ગયા. વાહ કાકા, બેસવાનું હતું ઉપવાસમાં અને બેસી ગયા પાણીમાં.

Read Full News:http://www.globalgujaratnews.com/article/how-much-irritates-aap-by-rebellion/