
2014ની લોકસભા ચૂંટણીમાં 272 પ્લસ બેઠકો માટે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી કોઇ કસર નથી છોડી રહ્યા. આજે ઉત્તર પ્રદેશનાં બાગપતમાં નરેન્દ્ર મોદીએ નારો આપ્યો, “કમળ અને મોદી”. નોંધનીય છે કે બાગપત બેઠક પરથી ભાજપે મુંબઇનાં પૂર્વ પોલીસ કમિશનર સત્યપાલ સિંહને ટિકીટ આપી છે.મોદીએ રેલીને સંબોંધતા કહ્યુ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની આ કર્મભૂમિ છે, અને હું તેમની જન્મભૂમિથી આવ્યો છું, એટલે મારો તમારી સાથે સાંસ્કૃતિક સંબંધ છે. ભાઇચારનો સંબંધ છે. બાગપત વીરોની ભૂમિ છે. 2014નો સંઘષ સ્વરાજ માટે છે, કોંગ્રેસ મુક્ત ભારત માટે છે.
www.globalgujaratnews.com/article/narendra-modis-rally-in--baghpat-uttar-pradesh/
No comments:
Post a Comment