
અમદાવાદ :
શુક્રવારે મનમોહન કેબિનેટની બેઠક મળી તેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા. કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થાંમાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતથી સ્વાભાવિક છે કે કર્મચારીઓ ખુશ થશે. ખાનગી કંપનીઓમાં દર વર્ષે પગાર વધારો અને પ્રમોશન મળતા હોય છે. સરકારી તંત્રમાં દર વર્ષે નિશ્ચિત ઈજાફો મળે અને પ્રમોશન નિશ્ચિત કાર્યક્રમ પ્રમાણે મળે. તે માટે કામ કરવાની જરૂર નથી. વગર કામ કર્યે પણ સરકારમાં પ્રમોશનો મળતા રહે છે. આઈએએસ પાસ થઈને આવે તેને સીધા ડીવાયએસપી બનાવવામાં આવે. તરત જ વળી તે ડિએસપી થઈ જાય. આ લોકોનું જ્ઞાન એક અનુભવી પીઆઈ કરતાં ઓછું હોય છે. પણ તેમનામાં સ્માર્ટનેસ વધારે હોય છે. રાજકીય નેતાઓને સાચવવાની તાલીમ તેઓ પોતાના સિનિયરો પાસેથી શીખતા રહે છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/ggn-diary-01-03-14/
No comments:
Post a Comment