
જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ વોટ્સએપની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાઈ ગયું છે. યુવાનો, રાજકારાણીઓ, સેલિબ્રિટિઝથી માંડીને અબાલ-વૃદ્ધ સૌમાં લોકપ્રિય વોટ્સ એપની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે. વોટ્સએપ દ્વારા મેસેજિંગમાં એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. એક દિવસમાં લગભગ 64 અબજ મેસેજની વોટ્સએપ પર આપ-લે થઈ હતી.
વોટ્સએપ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે તેના વપરાશકારાએ એક જ દિવસમાં 20 અબજ ઈનબાઉન્ડ તથા 44 અબજ આઉટબાઉન્ડ મેસેજ કર્યા હતા. માત્ર 24 કલાકની અંદર જ આટલા નંબર હેન્ડલ કરવા તેની સૌથી મોટી સિદ્ધિ છે.
મેસેજ ગ્રુપમાં કરવામાં આવ્યા હોવાથી આવેલા અને કરવામાં આવેલા મેસેજના નંબરમાં આટલું અંતર છે. કારણકે ગ્રુપમાં મોકલવામાં આવેલા મેસેજને એક જ મેસેજ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકે થોડા દિવસો પહેલાં જ વોટ્સએપને 19 અબજ ડોલરમાં ખરીદી છે.
http://www.globalgujaratnews.com/article/whatsapp-touches-record-daily-high-64-bn-messages-in-1-day/
No comments:
Post a Comment