ભારતમાં અમેરિકી રાજદૂત નેન્સી પોવેલે નિવૃતિ લીધા બાદ હવે આ પદ પર ગુજરાતી મૂળના ભારતીય-અમેરિકી રાજીવ શાહનું નામ ચર્ચાઈ રહ્યું છે.
41 વર્ષીય ડૉ.રાજીવ શાહ અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કેબિનેટમાં ઉચ્ચસ્તર ધરાવનારા ભારતીય છે. તેમનો જન્મ અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારને ત્યાં મિશિગનમાં થયો છે. રાજીવ શાહે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી તબીબી સ્નાતકની ડિગ્રી મેળવી છે. વાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી તેમણે આરોગ્ય અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયા છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે અને યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે
.http://www.globalgujaratnews.com/article/gujarati-who-may-replace-nancy-powell-as-us-ambassador-to-india/

No comments:
Post a Comment